# પ્રણય ની અનુભૂતિ ..."
************************* વર્ષા ભટ્ટ "વૃંદા"
કંગના અને કૌશિકનાં આમ તો લવ મેરેજ હતાં. કંગના કૌશિકની કંપનીમાં જ જોબ કરતી હતી. અને આંખો મળીને પ્રેમ થઈ ગયો. અને લગ્ન કર્યા.
પ્રણય ની અનુભૂતિ
શરૂઆતમાં બંને ખુબ ફર્યા પછી ધીમે ધીમે કૌશિક તેના ધંધામાં બીઝી રહેવા લાગ્યો. સવારનો વહેલો જતો અને રાત્રે મોડો આવતો સમય પસાર થવા લાગ્યો......... બે બાળકો થયા કંગના પણ ઘર સંસારમાં પરોવાઈ ગઈ.
બંનેનાં પ્રેમમાં ઓટ આવવા લાગી. બંને વચ્ચે ખાલી કામ પુરતી વાતો થતી. બાળકો મોટા થતાં તેના ભણતર અને ફ્રેન્ડ સર્કલ માં બીઝી રહેતા. જયારે કંગનાને જીવનમાં કંઈક ખુટતુ હોય તેવુ લાગતુ.
આજ સવારથી કંગના ખુશ હતી. આજે તેના લગ્નની તારીખ હતી. કૌશિકને ગમતી કાંજીવરમની પીંક સાડી પહેરીને કૌશિક પાસે ગઇ .પણ રોજની જેમ કૌશિકે ગુડ મોર્નિંગ કહી રેડી થઈ ઓફિસે જવા નીકળી ગયો. કંગનાની નોંધ પણ ન લીધી. કંગના ઉદાસ થઈ ગઈ. આખો દિવસ એમ જ નીકળી ગયો.

સાંજે કંગનાની ફ્રેન્ડ કૃતિનો ફોન આવ્યો. કે ચાલ ઘણા સમયથી મળ્યા નથી તો મળીએ. તેણે હોટલનું એડ્રેસ સેન્ડ કર્યુ. કંગના મન બહેલાવવા રેડી થઈને હોટલ પર જવા નીકળી. અરે! આ શું? ત્યાં જઈને કંગના સરપ્રાઈઝ થઈ ગઈ. રંગબેરંગી લાઈટોથી રૂમ ઝગમગતો હતો. ધીમુ કર્ણપ્રિય સંગીત વાગતું હતુ. અને કૌશિક અને કંગનાની ફોટો વાળી કેક કેન્ડલ થી સજાવેલી હતી.
અને કૌશિકે આવીને કંગનાને બાહોમાં સમાવી લીધી. અને એક હળવુ ચુંબન કરી આલિંગનમાં લઈ લીધી. બંનેને કશુ બોલવાની જરૂર જ ન પડી. બસ એકબીજાની બાહોમાં સંગીતને માણતા પ્રણયની અનોખી અનુભૂતિ માણતા કયાંય સુધી બંનેએ સહિયારો આનંદ માણ્યો.
પોતાનાં પ્રિય પાત્રનો પ્રેમ કયારેય ઓછો નથી થતો. બસ સમય અને કામની રજ બાઝી જાય છે. જે ખંખેરવાની હોય છે.
- વર્ષા ભટ્ટ "વૃંદા" (અંજાર)
પોતાનાં પ્રિય પાત્રનો પ્રેમ કયારેય ઓછો નથી થતો. બસ સમય અને કામની રજ બાઝી જાય છે. જે ખંખેરવાની હોય છે.
- વર્ષા ભટ્ટ "વૃંદા" (અંજાર)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories