ખાસ ઓર્ડર .." (Special order)

Related

ખાસ ઓર્ડર .."
****************
રાત્રે મેં કોઈ સારું ભોજન કરવાનું વિચાર્યું, જેથી હું એક હોટેલમાં ગયો, મેનુ જોઈને મેં અમુક વસ્તુઓ ઓર્ડર કરી, 20 મિનિટ બાદ અમુક લોકોનું એક ગ્રુપ આવ્યું અને તેઓએ પણ ઓર્ડર કર્યો,


આવકાર
ખાસ ઓર્ડર - Special order

આશ્ચર્યની વાત એ હતી કે તેઓ મારા બાદ આવ્યા છતાં તેઓને મારી પહેલા ઓર્ડર સર્વ કરવામાં આવ્યો, ...મેં જોયું કે તેઓએ જમવાનું ચાલુ કરી દીધું અને ધીમે ધીમે હસતા પણ હતા. તેમાંથી એક વ્યક્તિ બડાઈ કરીને મારી મજાક પણ ઉડાડતો હતો.

મેં હોટલમાંથી બહાર ચાલ્યા જવા વિચાર કર્યો. ખૂબ રાહ જોયા બાદ મેં વેઈટર ને બોલાવ્યો અને મારી વ્યથા જણાવી. વેઈટરે ખૂબ વિવેકપૂર્વક કહ્યું કે, "તમારો ઓર્ડર ખાસ છે" જે ચીફ સેફ ખુદ બનાવી રહ્યા છે. તેઓનો ઓર્ડર શિખાઉ સેફ દ્વારા જલ્દીમાં બનાવાયો છે. ....જ્યારે માસ્ટર સેફ તમારો ઓર્ડર તૈયાર કરવામાં વ્યસ્ત છે. જેથી તેઓને જલ્દી સર્વ કરી દેવામા આવ્યું.

વેઇટેરે કહ્યુ કે તમારો ઓર્ડર આવે ત્યાં સુધી તમે આ જ્યુસ લો. ...મેં શાંતિપૂર્ણ રાહ જોઈ અને થોડીવાર માં મારો ઓર્ડર 6 વેઈટરે સર્વ કર્યો. ...બન્યું એવું હતું કે હોટેલ નો માલિક મારો એક જૂનો ફેમિલી ફ્રેન્ડ હતો. જે મને જોઈ ગયો હતો, અને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. તેણે મારા સામાન્ય ઓર્ડર ને બદલી 5 સ્ટાર ઓર્ડર સર્વ કરાવ્યો.

બીજા ટેબલ પર બેસેલું ગ્રુપ આશ્ચર્ય માં મુકાઈ ગયું. તેઓ ગણગણ કરવા લાગ્યા કે આપણને આવું ભોજન અને સર્વિસ કેમ ના મળી...?!!

જીવન મા કાંઈક આવું જ છે.

અમુક લોકો તમારા થી આગળ છે અને અત્યારે જમી રહ્યા છે. તમારા પર હસી રહ્યા છે. અને પોતાની બડાઈ કરી રહ્યા છે. તેઓ વિચારી રહ્યા છે કે તેઓ તમારા થી નસીબદાર છે. તેઓની પાસે પૈસા છે અને તેઓ વેલ સેટલ છે. અને તમે અધીરા થઈને રાહ જોઈ રહ્યા છો કે મને આ બધું મળવામાં આટલી વાર કેમ લાગી રહી છે...?

તમે પોતાની જાત ને નાની સમજો છો,

પરંતુ ચિંતા ના કરો, આ જગત ના માલિક તમને જોઈ ગયા છે, અને તમને સામાન્ય ભોજન નથી આપવા માંગતા. તમારે વધુ રાહ જોવી પડી રહી છે, કારણ કે તમારો ઓર્ડર ખાસ છે, અને તે ઓર્ડર ટોપ નોચના સેફ બનાવી રહ્યા છે. ...હાલ તમે જ્યુસ પીને કામ ચલાવો, અર્થાત ....નાની નાની મોજમાં સંતોષ રાખો અને તમારા ખાસ ઓર્ડર અર્થાત અણધારી સફળતા માટે રાહ જુવો.

જે રીતે હોટેલ નો માલિક મારો દોસ્ત નીકળ્યો, એ જ રીતે સતત મહેનત કરતા લોકોનો દોસ્ત ઉપરવાળો છે, જે સમય આવ્યે ખાસ ઓર્ડર જરૂર સર્વ કરશે, એક વાત યાદ રાખો કે ધીરજ રાખીને રાહ જોઈ લેજો, પણ હોટલમાંથી બહાર ના નીકળી જતા...! 

ધીરજ રાખવી અને ઉતાવળમાં સંયમ ન ગુમાવવું કેમકે કદાચ તમારો ઓર્ડર પણ ખાસ હોઈ શકે..! જ્યારે તમારો ઓર્ડર આવશે ત્યારે તમારા પર હસવાવાળા પણ શાંત થઈ જશે...!
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

  1. NARESH PATEL16 August, 2025

    ખુબ સરસ પ્રેરણાદાયક પ્રસંગ.. ધન્યવાદ

    ReplyDelete
Previous Post Next Post