વિનમ્રતા (Humility)

Related

"વિનમ્રતા"
*************
અચાનક આવી પડેલા રૂપીયા સાથે માનસીકતા કે અન્ય પ્રત્યેનો અભિગમ બદલાઈ જતો જોવા મળે છે. રૂપીયા કે મળેલા હોદ્દા વડે સત્તા કે ઘમંડનું પ્રદર્શન કરતા નજરે ચડે.


#આવકાર
વિનમ્રતા - Humility

અમુક તો એવા પ્રશ્નો કરતા હોય, તને ખબર છે હું કોનો છોકરો છું? - અરે ભાઇ એ થોડો DNA ચેક કરતો પેથોલોજીસ્ટ છે? મારો હોદ્દો શું છે એ ખબર છે?

પણ જે ખરા અર્થમાં લીડર છે એની શૈલી અને એટીટ્યુડ જ અલગ હોય છે. આ ઉદાહરણ મને એક મિત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

ટાટા સમુહના સર્વેસર્વા શ્રી રતન ટાટા એક જર્મન ડેલીગેશનને લંચ મીટીંગ માટે તાજ હોટેલમાં મળવાના હતા. જર્મન ડેલીગેશન ટ્રાફિકમાં ફસાયેલા હતા એટલે એમને તાજ હોટેલ પહોંચતા અડધો કલાક વધુ લાગે તેમ હતો.

એ અડધા કલાકમાં શું કરવું એ વિચારતાં રતન ટાટા તાજ હોટેલમાં આવેલ શોપીંગ એરીયામાં ફરતા હતા. એક ઘડીયાળની દુકાનમાં એ પ્રવેશ્યા. એક યંગ સેલ્સ ગર્લ ત્યાં બેઠી હતી.

રતન ભાઇએ ઘડીયાળો જોવા અને એની વિગતો વિશે પુછપરછ શરૂ કરી. રતન ભાઇ કે એમના હોદ્દાથી અજાણ એ છોકરી વ્યવસ્થિત રીતે એમને સમજાવતી હતી. આ ક્લાસીક છે અને આ ઓથેન્ટીક સ્વીસ છે. કિંમત આટલી છે વગેરે.

એમણે એક ઘડીયાળ પસંદ કરી. એ સેલ્સ ગર્લ કહે કે આની કિંમત XXOOXX થાય છે. આ આનું ગેરન્ટી કાર્ડ છે અને તમારે સર્વીસ કરવા એના સર્વીસ સેન્ટર પર જ જવું પડશે. તમારૂં ક્રેડીટ કાર્ડ આપો.

રતનભાઇએ ક્રેડીટ કાર્ડ આપ્યું એટલે એ છોકરીએ જે તે બેંકમાં વેરીફીકેશન માટે ફોન કર્યો. (એ સમયે એ પ્રોસેસ હતી કે ૧ લાખ ઉપરના ટ્રાન્ઝેક્શન માટે વેરીફીકેશન જરૂરી હતું) અને પુછ્યું કે કોઈ મી. આર ટાટા છે અને XXOOXX રકમનું પેમેન્ટ કરવા માંગે છે તો એઝ પર પ્રોસેસ ઓકે છે? તો વેરીફીકેશન કોડ આપો. ત્યાંથી જવાબ મળ્યો કે એ જેટલું પણ કરવા માંગે તે બધું ઓકે જ છે.

એ છોકરી કોલ કરતી હતી અને પેમેન્ટ પ્રોસેસ થતું હતું એ દરમ્યાન એ શોપના માલીક આવી ગયા હતા, અને આ વાતચીત સાંભળીને એના તો હોશ ઉડી ગયા હતા. અને એ કંઇ બોલે એ પહેલાં રતનભાઈએ એને ઇશારાથી શાંત રહેવા જણાવ્યું.

છોકરીએ ઇનવોઈસ, ગેરન્ટી કાર્ડ અને સર્વીસ કાર્ડ એક કવરમાં નાખીને ઘડીયાળના બોક્સ સાથે રતનભાઇને આપ્યા. અને સાથે સુચનાઓ પણ કે આ કિંમતી ઘડીયાળ છે. કંપનીની સુચના પ્રમાણે જ સંભાળજો.

સેવાનો મોકો આપવા બદલ આપનો આભાર.

પછી શોપના માલીકથી ન રહેવાયું અને વચ્ચે બોલી જ પડ્યો કે સર એના થોડા અવિવેક વતી હું માફી માંગુ છું, એને કદાચ ખબર નથી કે આપ કોણ છો?

રતન ભાઇ કહે કે એ શ્રેષ્ઠ કર્મચારી છે આપની. એણે સરસ રીતે જ બધી માહિતિ આપી, પ્રોસેસને ફોલો કરી અને મને આ ખુબ પસંદ આવ્યું. એમને કોઇ ઠપકો ન આપતા. She Just did her Job the Best. અને આમ જ હોવું જોઇએ.

એ સેલ્સગર્લનું અજ્ઞાન જ્યારે દુર થયું ત્યારે એને પણ એ વાત નો અહેસાસ થયો કે આ વ્યક્તિએ એ વાતને કેટલી હકારાત્મક રીતે લીધી અને બીરદાવી પણ.

Humility is Hallmark of Legends - આ પુરવાર કર્યું. ....રૂપીયા આવે બધાને સંસ્કાર નથી આવતા એ પણ હકીકત છે. – અજ્ઞાત"

📖 સારું વાંચતા રહો અને આપને ....મનગમતી પોસ્ટ શેર કરતા રહો.📲📲
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post