# વળતર"
^^^^^^^^^^^^^^^ 20-9-2025
જે 'દી ધરતી કાળા ડીબાંગ વાદળની પછેડીથી ઢકાઈ ગઈ હોય, બારે મેઘ ખાંગા થયા હોય, આકાશમાં વીજળી કડ્ડ્ડ્ડ્ઊં...ધડાંઆમ ના અવાજો સાથે સળેળાટા મારતી હોય અને ચારેબાજુ ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મોરલા ગહેકી રહ્યા હોય આવા સમયે અચૂક યાદ આવી જાય એવા કલમના કસબી, કે જેમણે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરી ધરતીમાં ઉગી નીકળેલી વાતોને કાગળ ઉપર કંડારી આપી છે.
વળતર
અને વરસો પછી પણ એમનું સાહિત્ય લોકોના હૃદય માં વસે છે અને આજના નવયુવાનો પણ એમના સાહિત્યને પ્રેમથી #આવકાર આપી ભાષાનું માધુર્ય માણી રહ્યાં છે."" અને સાથે સાથે જીવનને જોવાનો દ્રષ્ટિકોણ પણ મેળવી રહ્યાં છે.
એવા ગુજરાતી સાહિત્યના
...જાજરમાન લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી એક વાર ફરતાં ફરતાં મહુવા (ભાવનગર)ના બજાર માંથી નિકળતા હતા અને એક ૮૦ વર્ષના માજીને મજુરી કરતા જોયા એટલે મેઘાણીજી એ પુછ્યું કે ," મા, તારે કોઇ દિકરો નથી.. ?
મા ની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં.. એણે કહ્યું કે," દિકરો તો હતો ભાઇ,, અમે ખારવા-દરિયાખેડું છીએ.. મારો દિકરો ભાવનગરના એક શેઠનું વહાણ ચલાવતો હતો.
આજથી પંદર વર્ષ પહેલા મધદરીયે વહાણ તુટી ગયું અને મારો દિકરો દરિયા માં ક્યાંક ખોવાઈ ગયો. એનો બાપ તો નાનપણમાં જ પરલોક ચાલ્યો ગયો હતો.. એટલે મારું મોત આવે ત્યાં સુધી મજુરી કરું છું.... "
મેઘાણી એ કીધું કે, "તો પછી તમે શેઠ પાસે થી વળતર ન માગ્યું..??"
"અરે ભાઇ, કેવી રીતે માગું..? એ શેઠે એનું લાખો રૂપિયાનું વહાણ મારા દિકરાને ભરોસે મુક્યું હતું અને મારો દિકરો એને કાંઠે ન લાવી શક્યો.. ક્યાં મોઢે હું વળતર લેવા જાઉં..??"
## સમજદારીનું આના કરતાં ઉંચું આસન ના હોય શકે..!
પૃથ્વી ગોળ છે, તમે જ્યાં ઉભા છો ત્યાં જ કેન્દ્ર છે..! જ્યાં છીએ ત્યાં અને તેજ ઊંચું સ્થાન છે. આપણા માં કેટલું ઉંડાણ છે એ મહત્વનું છે."
________________________હૃદયસ્પર્શી """"
વાતો વાંચતા રહો, અને ગમતી પોસ્ટ આગળ શેર કરતા રહો.
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺