ખભો
હું રાજ, મારા પપ્પા જનકભાઈ અને મમ્મી શીલા. ત્રણ જણનો નાનો પરિવાર. ગામમાં દાદા દાદી હતા. અવારનવાર અમે ગામ જતા અને દિવાળીમાં દાદા દાદીને શહેરમાં અમારી પાસે લઈ આવતા. એ દીપાવલીના દિવસો ખૂબ જ આનંદ ઉમંગથી વીતી જતા.
ખભો
પપ્પા અને મમ્મી હંમેશા સાથે. પપ્પા તો અડીખમ અને મમ્મી..મમ્મી પણ સુખમાં તો સાથે હોય જ પણ ગમે તેવા દુઃખના કપરા સમયમાં, પપ્પા સાથે પોતાના નામ પ્રમાણે, પથ્થરની શીલા બની ચટ્ટાનની જેમ સાથે જ હોય.
મારી ઉંમર 18 વર્ષની હશે. મારી સમજ પ્રમાણે મેં મમ્મીપપ્પાના એકબીજા પ્રત્યેના લાગણી, હુંફ અને પ્રેમને ખૂબ નજીકથી જોયા છે. પ્રેમ એટલે શું? એ મેં મારા માતા-પિતાના દાંપત્યને જોઈને શીખ્યું છે. જીવનસાથીનો સાથ એટલે મારા મમ્મીપપ્પાનો પ્રેમ.
હું હંમેશા પપ્પાની વધારે નજીક હતો. ખુશીના કે દુઃખના કોઈપણ પ્રસંગે પપ્પાનો ખભો મને હંમેશા સાંત્વના આપતો. આ હતી મારી માબાપ પ્રત્યેની લાગણીઓ.
મને બારમા ધોરણ પછી વિદેશ ભણવા મોકલવાની વાતો શરૂ થઈ. મેં પપ્પાને કહ્યું," પપ્પા, હું અહીં તમારી સાથે ને તમારી સામે રહી ભણવા માંગુ છું." પપ્પાએ મારી આંખો વાંચી લીધી. મારા ખભે હાથ મૂકી કહ્યું," ભલે, અહીંથી જ આગળ ભણજે… ખુશ ?" ફરી એકવાર પપ્પાના ગળે લાગી આંસુ સારી રહ્યો અને પપ્પાનો ખભો પલળી ગયો.
એમ.બી.બી.એસ. થઈ ડોક્ટર બનું એવા મારા માવતરના સપનાને મારે સિદ્ધ કરવાનું હતું અને મારું પણ એ જ ધ્યેય હતું. હું મંડી પડ્યો. જોતજોતામાં ત્રણ વર્ષ વીતી ગયા. છેલ્લું વર્ષ હતું.
આ અરસામાં મમ્મી બીમાર થઈ. વારેવારે તાવ આવતો. દવા લેતી અને થોડા દિવસ સારું રહેતું. ફરી પાછી એ જ હાલત. મારી મેડિકલ કોલેજના પ્રોફેસરની મદદથી મેં નિષ્ણાત ફિઝિશિયન પાસે મમ્મીને બતાવ્યું. જરૂરી ટેસ્ટ થયા. મમ્મીને ફેફસામાં ઇન્ફેક્શન હતું. મમ્મીનાં ફેફસામાં પાણી ભરાતું હતું. ઘણીવાર ઇન્જેક્શનથી પાણી ખેંચી લેવાયું હતું પણ ફરીથી પાણી ભરાઈ જતું અને તાવ આવતો. મમ્મીનો તાવ હવે મગજે ચડી જતો. હવે તાવમાં મમ્મી લવારે ચડતી. પપ્પા સાથે વાતો કરતી." મારા રાજને સાચવજો. મારું હવે કંઈ નક્કી નહીં. સારી ન પણ થાઉં. રાજને ભણાવજો. એણે ડોક્ટર બનવાનું છે, મારું સપનું પૂરું કરજો." હું ને પપ્પા મમ્મી પાસે બેસતા. હું તો પપ્પાને વળગી રડી પડતો પણ પપ્પા મમ્મી સામે જોઈ રહેતા.
મારી છેલ્લા વર્ષની ફાઇનલ પરીક્ષાનું છેલ્લું પેપર હતું. મમ્મી પંદર દિવસથી હોસ્પિટલમાં હતી. મારા મનમાં એક બીક હતી. છેલ્લી પરીક્ષા આપી ઘરે આવ્યો ને ઘર પાસે ભીડ હતી. હું સમજી ગયો મમ્મીનો સાથ છૂટી ગયો છે.મમ્મી જાણે મારી પરીક્ષા પૂરી થવાની જ રાહ જોતી હતી. હું દોડીને ઘરમાં ગયો. મમ્મીને જમીન પર સુવડાવી હતી. પપ્પા મમ્મીનો હાથ પકડી બેઠા હતા. હું પપ્પા પાસે ગયો, પપ્પાએ મારી સામે જોયું.હું ધ્રુજી ઉઠ્યો. એમની આંખોમાં એક ખાલીપો ખડખડતો હતો. મેં ફરી એકવાર પપ્પાના ખભા નો સહારો લીધો અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.
મમ્મીની અંતિમક્રિયા ક્યારે અને કેવી રીતે થઈ.. મને અને પપ્પાને ભાન જ ન રહ્યું. સત્તર દિવસ પૂરા થઈ ગયા.
મમ્મીના ગયા પછી પપ્પાએ પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી. બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. હું એમના રૂમમાં જ ચા નાસ્તો આપતો, જમાડતો. પપ્પા જે આપુ, તે ખાઈ લેતા. સવારે ઉઠાડું, બ્રશ કરાવું, બાથરૂમમાં નાહવા લઈ જાઉં. પપ્પા બધું યંત્રવત કરતા.
ઘણો સમય પસાર થઈ ગયો. મારું રીઝલ્ટ આવવાનું હતું. આટલા દિવસમાં મેં જોયું, મારા અડીખમ પપ્પા ધીમે ધીમે ઓગળી રહ્યા હતા. બરફની જેમ પીગળી રહ્યા હતા.
જે દિવસે રીઝલ્ટ આવવાનું હતું એ દિવસે સવારે પપ્પાનો નિત્યક્રમ પતાવી હું કોલેજ ગયો. રીઝલ્ટ આવી ગયું હતું. હું પાસ થઈ ગયો હતો. મારી આંખોમાં આંસુ હતા. દોસ્તો અભિનંદન આપતા હતા પણ મારો જીવ ઘરે મારા પપ્પા પાસે હતો.

મારું એકટીવા રસ્તા પર ઝડપથી દોડવા લાગ્યું. હું ઘરે પહોંચી પપ્પા ને ભેટી પડ્યો. પપ્પા… પપ્પા.. સાંભળો.. કેમ આમ કરો છો? મમ્મી તો જતી રહી તમે પણ આમ કરશો તો મારું કોણ ? મેં પપ્પાનો ચહેરો બે હાથમાં લીધો. એમની કોરીધાકોર આંખોમાં મારી આંખો પરોવી અને કહ્યું," પપ્પા, તમારુ અને મમ્મીનું સપનું આજે પૂરું થઈ ગયું છે. પપ્પા મારુ રિઝલ્ટ આવી ગયું છે. હું પાસ થઈ ગયો છું. તમારો દીકરો ડોક્ટર બની ગયો છે. મેં રડતાં રડતાં પપ્પાને હચમચાવી નાખ્યા."
અચાનક પપ્પાએ મારો હાથ પકડ્યો. મેં જોયું એમની આંખોમાં ભીનાશ છવાઈ હતી. પાંપણે આંસુઓના તોરણો બંધાઈ રહ્યા હતા. એમણે મને ખેંચીને ગળે લગાવ્યો.. અને આજે મારા પપ્પા મારા ખભે માથું મૂકી રડવા લાગ્યા ને બોલ્યા," શીલા.. શીલા… જો આપણો રાજ ડોક્ટર બની ગયો. આપણું સપનું સાકાર થઈ ગયું.
પપ્પાને ભેટી હું રડવા લાગ્યો, કારણકે હંમેશા પપ્પાના ખભાનો મેં સહારો લીધો હતો આજે મારા પપ્પાએ મારા ખભાનો સહારો લીધો હતો. આજે પપ્પાના આંસુના અભિષેકથી મારો ખભો પલળી રહ્યો હતો.હું ધીમે ધીમે એમની પીઠ પસવારી રહ્યો અને કહ્યું," પપ્પા, હું ખૂબ નસીબદાર છું." પપ્પાએ મારા ખભે હાથ મૂકી માથું હલાવી હા કહ્યું અને ફરીથી અમે બાપ દીકરા એકબીજાના ખભાનો સહારો લઈ ભેટી પડ્યા.
આજે બાપ દીકરા બંનેના ખભા આંસુઓથી ભીના થઈ રહ્યા હતા..
રીટા મેકવાન "પલ" – સુરત.
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.