Bondage — બંધન" એક રહસ્યમયી અને હૃદયસ્પર્શી વાત

Related

બંધન........"

***************** પાર્થિવ નાણાવટી
મારા પપ્પાએ છાપું વાંચતા વાંચતા પૂછ્યું, બેટા તમે મિત્રો પીકનીકમાં ગયા હતા જગ્યા કેવી હતી.?

સાથે જવા જેવી છે, મજા આવશે, મેં જવાબ આપ્યો.

તમારી પીકનીક કેવી રહી ? પપ્પા એ ફરી પૂછ્યું.

મેં કોઈ જવાબ ન આપ્યો એટલે પપ્પાએ મારી તરફ જોયું. મારી આંખ ભીની જોઈ તેઓ બોલ્યા કેમ બેટા શુ થયું?

#આવકાર
બંધન" (Bondage)

વાત એવી છે પપ્પા, ગયા અઠવાડિયે સવારે મારા મિત્ર દેવાંગનો ફોન આવ્યો હતો. ચલને શનિવાર રવિવારની રજામાં આપણે વૃંદાવન ફોરેસ્ટમાં જઈએ. ઘરમાં મન લાગતું નથી. હું સમજતો હતો તેનું મન ઘરમાં કેમ લાગતું ન હતું.

દેવાંગની મમ્મી બે વર્ષ પહેલાં હાર્ટફેલમાં ગુજરી ગઈ એ તમે જાણો છો. પછી તેના પપ્પા એકલા પડી ગયા હતા. વૃધ્ધાવસ્થામાં ખરેખર જ્યારે જીવનસાથીની જરૂર હોય ત્યારે ઈશ્વર પણ નિર્દયતાપૂર્વક જોડું કોઈ વખત તોડી નાખે છે. હું દેવાંગના પપ્પાને ઘણા વર્ષોથી ઓળખતો હતો, તેઓ માયાળુ, અને સ્વમાની હતા. પત્નીની અચાનક વિદાયથી તેઓ માનસિક રીતે તૂટી ગયા હતા.

પપ્પાને મારી વાતમાં રસ પડ્યો એટલે તેમણે છાપું બાજુ ઉપર મૂક્યું.
મે આગળ કહ્યું.. દેવાંગની મમ્મીના સ્વર્ગસ્થ થયા પછી ઘરમાં કંકાસ ચાલુ થઈ ગયો હતો. દેવાંગની પત્ની સવાર સાંજ તેના પપ્પાની ફરિયાદ દેવાંગને કરવા લાગી.

જ્યારે વ્યક્તિનું મહત્વ ઘટી જાય ત્યારે નાની નાની બાબતોમાં પણ મોટા દોષ દેખાવા લાગે.

દેવાંગ અને તેની પત્ની બન્ને નોકરી કરતા હતા એટલે તેના પપ્પાએ તેમને મદદરૂપ થવા અમુક જવાબદારી પોતે સ્વૈચ્છિક રીતે સ્વીકારી લીધી હતી,

જેવી કે, વોશિંગ મશીનમાં કપડા ધોવા, ઘરઘંટીમાં અનાજ દળવું, રોજનું શાક, દૂધ લાવવાનું અને તેના ચાર વર્ષના દીકરા સ્વીટુને બાળમંદિરે મુકવા લેવા જવાની જવાબદારીનો તેમાં સમાવેશ થતો હતો.

કોઈને પણ મદદરૂપ થવા આપણે કોઈ પ્રવૃત્તિ કે આર્થિક મદદ કરવાનું સ્વૈચ્છિક રીતે નિષ્કામ ભાવનાથી સ્વીકારીએ ત્યારે ખૂબ વિચારી લેવું એ ધીરે ધીરે તમારી ફરજનો એક ભાગ તો નહિ બને ?

તમને જ્યારે તમારી ફરજનો આ એક ભાગ છે તેવું માનસિક દબાણ કરવામાં આવે ત્યારે તમે ઠગાઈ ગયા હોય તેવું લાગશે, એટલે લાગણીના આવેગમાં આવી કોઇને આર્થિક યોગદાન કે સેવાનું વચન જલ્દી આપવું જોઈએ નહિ.

તમે આ પ્રકારના યોગદાન જ્યાં પણ આપતા હોવ ત્યારે તમે લાગણીથી, નિષ્કામ ભાવનાથી આપી રહ્યા હોવ છો. પણ સામેની વ્યક્તિની તમારા કાર્યની નોંધ દિમાગથી ગણતરી કરતી હોય છે. એટલે જ જતે દિવસે તમારી આ સેવાની પ્રવૃત્તિ તમને બોજરૂપ ન બને તેનું ધ્યાન રાખવું ખૂબ જરુરી હોય છે.

બસ પપ્પા. દેવાંગના પપ્પાની આ મોટી ભૂલ હતી.

બેટા તેને તું ભૂલ કેવી રીતે કહી શકે..આ તો લાગણીના સબંધ છે.
પણ પપ્પા લાગણીના સબંધો એક તરફી લાંબો સમય નથી ટકતા. લાગણીએ બંધન છે એ જ્યારે તૂટે છે ત્યારે ડેમ તૂટયો સમજી લ્યો પાણીના પ્રવાહમાં બધું જ વહેતુ થઈ જાય છે.

પપ્પા આગળ સાંભળો.
એક વખત આંખમાં ઊંઘ હોય કે થકાન હોય દેવાંગના પપ્પા સ્વીટુ સાથે એક્ટિવા ઉપરથી પડી ગયા, તો દેવાંગ અને તેની પત્ની સ્વીટુને વાગ્યું નથી ને? તેની ચર્ચા કરતા હતા પણ તેના પપ્પાને પગે મચકોડ આવી ગોઠણ છોલાયું તેની ચર્ચા કરતા ન હતા.

એક દિવસ દેવાંગના પપ્પાએ હિંમત એકઠી કરી કહી કીધું બેટા હવે હું ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારવામાં સક્ષમ નથી. મને થાક લાગે છે ઘડિયાળના કાંટે ખૂબ દોડ્યો હવે મારી ઉંમર નથી. મને આ બધી તમે સોંપેલ જવાબદારીમાંથી મુક્ત કરો.

ત્યાં તો દેવાંગ અને તેની પત્ની બોલ્યા, તો ઘરમાં બેસીને તમારે કરવાનું શુ છે ? નાની મોટી પ્રવૃત્તિ તો કરવાની જ હોય ને..તમારી ઉંમર ના બધા કામ કરતા જ હોય છે.

ત્યારે તેનો બચાવ કરનાર કોઈ ઘરમાં ન હતું. દબાયેલો માણસ તમારી વાત લાચારીને લીધે કદાચ માની લેશે, પણ દિલથી તમને કદી માફ નહીં કરે. તેના પપ્પા તેઓ સામે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યા વગર તેમના રૂમમાં જતા રહ્યા.

તેઓ સરકારમાં કલાસ વન ઓફિસર હતા પેંનશન મળતું હતું મકાન પણ પોતાનું હતું છતાં તેમણે ગુલામીનું પાંજરું તોડવાનું નક્કી કરી લીધું.

એક દિવસ સવારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. દેવાંગ તેના પપ્પાના રૂમની અંદર સવારે ગયો ત્યારે પપ્પા ત્યાં ન હતા. ફકત ચિઠ્ઠી ટેબલ ઉપર પડી હતી તેમાં લખ્યું હતું,

ચી.દેવાંગ
મને શોધવાનો પ્રયત્ન કરતો નહિ. પોલીસમાં પણ ફરિયાદ કરતો નહિ. હું તમારી ઠોકી બેસાડેલ જવાબદારીમાંથી મુક્ત થવા માંગતો હતો પણ એ તમને માન્ય ન હતું. તમે તમારો આનંદ શોધી લ્યો. હું મારો આનંદ શોધી લઈશ.

મેં મારી મમ્મી સામે જોયું. તો મમ્મી પપ્પા બન્નેની આંખો ભીની હતી.

મેં ભીની આંખે વાતને આગળ વધારતા કહ્યું,
દેવાંગે મને એ દિવસે ઘરે બોલાવ્યો અને નિખાલસતાપૂર્વક પોતાનાથી થયેલ ભૂલો અને પપ્પા તરફ થયેલ ખોટા વ્યવહારની આ બધી વાતો કરી હતી .

વાતને બે વર્ષ થયાં પણ દેવાંગના પપ્પાની કોઈ ખબર ન હતી. દેવાંગ દુઃખી હતો પોતાની માં એટલે કે એક પત્ની વગરના પોતાના બાપને પોતે સાચવી ન શક્યો તેનું દુઃખ હતું. બચપનમાં સ્કૂલે જતી વખતે દફ્તરનો ભાર પણ પપ્પા ઉઠાવતા હતા. કારણકે ભાર મને ન લાગે.

એ પપ્પાના ઘડપણનો ભાર હું સમજી ન શક્યો. તેમના ઘડપણની લાકડી હું પોતે ન બની શક્યો, કહી એ ખૂબ રડ્યો હતો. પણ સમય વીત્યા પછી પ્રાયશ્ચિત કર્યા સિવાય આપણી પાસે કંઈ બચ્યું હોતું નથી.

અમે ત્રણ મિત્રો અને તેમનો પરિવાર આપણા ઘરથી 100 કિલોમીટર દૂર આવેલ વૃંદાવન ફોરેસ્ટ અને રિસોર્ટ છે ત્યાં જવાનું નક્કી કર્યું.

ગાઢ જંગલની અંદર અમે એક મંદિરની નજીક વૃક્ષોની વચ્ચે પાથરણા પાથરી મજાક મસ્તી કરી રહ્યા હતા , બાળકો દડેથી રમતા હતા ત્યાં અચાનક બાળકો એ બુમ મારી અમે દોડીને એ તરફ ગયા તો દેવાંગનો પુત્ર દડો જ્યાં લેવા ગયો હતો ત્યાં કાળોત્રો નાગ ફેણ ફેલાવી સ્વીટુ સામે બઠો હતો.

અમારા જીવ અધ્ધર થયા કોઈ પણ જો સ્વીટુને બચાવવા થોડી ઉતાવળ કરે તો સ્વીટુ તેનો ભોગ બને તેમ હતું. ત્યાં ફોરેસ્ટ ગાર્ડ દોડતો આવ્યો તેણે કહ્યું, ચિંતા ન કરો બાપજીને બોલાવી આવું છે. કોબ્રા છે તેને કોઈ છંછેડતા નહિ, કહી એ મંદિર તરફ દોડ્યો અને એક સાધુ સંત જેવા ભગવાધારી બાપજી સાથે પરત આવ્યો.

બાપજીને જોઈ નાગે ફેણ સંકેલી બાપજીના પગ પાસે આવી બેસી ગયો. બાપજી એ તેને પ્રેમથી ઉંચકી માથે હાથ ફેરવ્યો. અને તેને લઈ મંદિર તરફ જતા હતા ત્યાં દેવાંગ બોલ્યો, પપ્પા ઉભા રહો મને ઓળખ્યો નહિ.

બેટા દરેક વ્યક્તિ તેના વ્યવહારથકી ઓળખાતો હોય છે. આ જંગલના પશુ પંખીઓ જાનવરો મારા પ્રેમને ફક્ત બે વર્ષના ગાળા દરમિયાન ઓળખી ગયા. આ લોકોને ફક્ત વાચા જ નથી બાકી તેઓ આંખની ભાષાથી લાગણી સમજી લેતા હોય છે અને એક મનુષ્ય જાત જ એવી છે જેની પાછળ જાત ઘસી નાખો તો પણ લાગણીની કિંમત સમય આવે કોડીની કરી નાખે છે.

દેવાંગ હાથ જોડી ભીની આંખે બોલ્યો પપ્પા ઘરે પરત આવો. મને માફ કરો

બેટા એ અસંભવ છે મેં સંસારની માયા છોડી છે..
આ જંગલ, પશુ, પંખી અને ઈશ્વર એ મારો પરિવાર છે. ફરીથી મારે મોહ, માયા અને પ્રપંચની રમતો રમવા પરત નથી ફરવું.

સ્વીટુ પણ દાદા દાદા કરી તેમને ભેટ્યો..
દેવાંગના પપ્પાની આંખો ભીની થઇ છતાં પણ મન મક્કમ કરી દેવાંગના પપ્પા મંદિર તરફ રવાના થયા અને અમે પણ તેમની પાછળ પાછળ ગયા. ત્યાં મંદિરમાંથી ગીત ધીરે ધીરે વાગતું હતું.

આ તો ઝાંઝવાના પાણી, એ માયા જૂઠી રે બંધાણી.
............હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે જડે.


મંદિરના પગથિયાં ચઢતા ચઢતા દેવાંગના પપ્પા પગથિયાં ઉપર ફસડાઈ પડ્યા. અમે દોડ્યા.
તેઓએ દેવાંગના માથે હાથ ફેરવી કીધું બેટા ફરી મારા આત્માને માયા અભડાવી ગઈ. મારે ફરી માયાના બંધનમાં નથી બંધાવુ કહી તેમણે અંતિમ શ્વાસ લીધો.

પપ્પા, મમ્મી અને મારી આંખોમાંથી આંસુ નીકળતા હતા.

મારા પપ્પા ફક્ત એટલું બોલ્યા
.......બેટા બાળકોની સાચી કસોટી ઘડપણ સમયે થાય છે. તરસ છીપાઈ ગયા પછી ખાલી બોટલ બોજ લાગવા માંડે છે.

મિત્રો
वजनदार रिश्ता तो दुनिया में सिर्फ मां बाप का होता है।
जिनके कर्ज और फर्ज़ का वजन उठाने की किसी में भी ताकत नही होती है। — પાર્થિવ"


______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post