#_હોળી__હુતાસણી"
ફાગણ માસની પુનમનાં દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી(Holi). હોળી એ રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને હુતાસણી થી ઓળખવામાં આવે છે.
હોળી (Holi)
આ ધાર્મિક વિધિ અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે. તે હોળી પહેલા આવે છે , રંગોનો તહેવાર, જે વસંત ઋતુની ઉજવણી કરે છે. #આવકાર
હોળીનાં બિજા દિવસે ધુળેટી હોય છે. હોળીના દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર ગામ માંથી ભેગા કરેલ છાણા અને લાકડાની હોળી ખડકવામાં આવે છે.
ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ નગારા વગાડતા ત્યા ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, ખજૂર, દાળિયા, કપૂર વગેરે પવિત્ર મનાતી વસ્તુઓ હોળીમાં હોમ કરી તેમનું પૂજન કરે છે.
જોકે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવીને અસુરી તત્ત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિનું આગમન કરવું.
હિન્દુ ધર્મના ને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ દાનવોનો રાજા હતો અને તેમણે બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર ,ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી, દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનું શરૂ કર્યું. એણે એક પુત્ર હતો જેનું નામ પ્રહલાદ હતું.
પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કઈ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવીને તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા. પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. ત્યારે પ્રહલાદને મારવા માટે પણ કઈ કેટલા ઉપાયો કર્યા પરંતુ ઇશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ પ્રહલાદને પોતાની બહેન હોલિકાને ખોળામાં બેસી અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો.
હોલિકા પાસે વરદાન રૂપ ઓઢણી હતી જેને ધારણ કરે તો તેને અગ્નિ પણ બાળી શકતી નથી. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરે છે અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના વસ્તુ પરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ ગઈ. આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો.
આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધ ની કથા આવે છે જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી. બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા માં પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી એને હિરણ્યકશિપુનો વધ કર્યો. કારણ કે હિરણ્યકશિપુને બ્રહ્માને પ્રસન્ન કરીને વરદાન મેળવેલ કે “મારે માણસ કે પ્રાણીના હાથે ન મરવું જોઈએ, ન તો કોઈ શસ્ત્રથી, ન તો દિવસે કે રાત્રે, ન તો મકાનની બહાર કે ન અંદર, ન જમીનમાં કે ન આકાશમાં. બ્રહ્માજી દ્વારા આ વરદાન મળતાં તે ખૂબ જ શક્તિશાળી બની ગયો અને તેણે ત્રણેય લોકનો કબજો મેળવી લીધો.
આથી હિરણ્યકશિપુને કોઈ માનવ કે પશુ, કોઈ અષ્ત્ર કે શસ્ત્ર, અંદર ના બહાર, આકાશ કે પાતાળમાં કોઈપણ જગ્યાએ કોઈ મારી ના શકે, પણ ભગવાને નૃસિંહ અર્થાત્ નર-સિંહ અવતાર દ્વારા એમનો વધ કર્યો હતો,
આ અસુરી શક્તિઓ પર દેવી શક્તિના વિજયનું આ પર્વ છે. આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા ગામની કથા પણ આવે છે .
હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર છે આ તહેવાર દરમિયાન પ્રમાણમાં અલગ-અલગ કિરણો પ્રવેશે છે જે વાતાવરણમાં અલગ-અલગ રંગો અને આ ભાવો પ્રકાશિત કરે છે. હોળીના બીજા દિવસને ધુળેટી કહેવામાં આવે છે અમુક વિસ્તારોમાં હોળી પછીના બે-ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે જેને બીજો પડવું, ત્રીજો પળો એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષ દ્વારા દાંડિયા રાસ રમવાનો રિવાજ પણ છે. ખાસ કરીને આ દિવસે હોળી પ્રગટાવી તેની પ્રદક્ષિણા કરવાનું એક અલગ જ મહત્વ છે.
હોળીની આ પવિત્ર અગ્નિમાં
નિરાશા, દારિદ્રય, રોગોનું દહન થાય અને બધાંના જીવનમાં આનંદ, સુખ,આરોગ્ય અને શાંતિ આવે એવી શ્રી પ્રભુને પ્રાર્થના"
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺