પપ્પા - (Pappa)

Related

## પપ્પા" (Pappa)
પપ્પાની કિંમત આપણે રોજ નથી કરતા..... એ દોડ્યા કરે છે એટલે એના તરફ ધ્યાન નથી જતું.  ....એની કમર દુખવાની કે હ્રદયમાં દુખાવાની ફરિયાદ આપણા કાન સુધી નથી પહોચતી..... એટલે પપ્પા આપણને હંમેશા ફિટ લાગે છે.

 
#આવકાર
PapPa 

પણ....!! કેટલાયે હરતા ફરતા પપ્પા સવારે ઉઠતાં નથી ત્યારે એની સાથે ઘણી વાતો કરવાની રહી જ જાય છે.... એનાં "SILENT ATTACK" પાછળ કેટલાય ઘોંઘાટ જવાબદાર હશે શી ખબર...?

પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે.

દીકરી સાસરે જાય અને પપ્પા નામના આ વૃક્ષમાં અચાનક પાનખર બેસી જાય છે. સાંજનો સુરજ એને ચશ્મામાંથી પણ ધૂંધળો દેખાય છે. પણ એની આંખનું પાણી ક્યારેય એની કોરની સીમાને લાંધતું નથી.

દીકરીની વિદાય વખતે કદાચ એટલે જ આઘા પાછા થઈ જતા હશે. કારણકે એકવાર આ બંધ તૂટતો હશે તો પછી શહેર ના શહેર તણાઈ જતા હશે.

પપ્પા....જેના ખભ્ભે બેસીને મેળો પણ જોઈ શકાય અને લેણાં માં ડૂબી જઈએ તો જેના ખભ્ભે રડી પણ શકાય.

પપ્પા એટલે એવી યાત્રા જે યાત્રાનું મૂલ્ય એના અંતિમ વિસામા પછી જ આંકી શકાય.

જે પપ્પા આખી જિંદગી શું કર્યા કરતા હતા એ ખબર ન હોય એની અંતિમ યાત્રામાં એની પાછળ આવતી લાઈન જોઈને ખબર પડે કે પપ્પા આખી જિંદગી બોલ્યાં વગર કંઈ કેટલુંય કરતા રહ્યા હશે !!!

પપ્પા… તમે દેખાતું ઘર નથી, તમે ના દેખાતો એવો ઈમારતનો પાયો છો. તમે પુષ્પ નથી, તમે સુગંધ છો. તમે રસ્તો નથી. સાઈન બોર્ડ છો. અંધારામાં પણ રસ્તો બતાવતા રહો છો. 

પપ્પાને કહીએ કે તમે ઘરની એવી વ્યક્તિ છો જેનાં પૈસાથી અમે ઈચ્છા પૂરી કરી છે કે નહિ એ તો નથી ખબર પણ બે સમયની રોટલી એનાથી જ મળી છે.

દીકરા - દીકરીને ભણાવવા કે લાઈને લગાડવા એ પિતા પોતાના સપના છોડી દે છે. પોતાની બચત વાપરી નાખે છે. જ્યારે એ પિતા એક્લો થાય ત્યારે કોઈ સામે પણ જોતું નથી.

તમને કાચી કે પાકી પણ છત આપી છે. આપણે શાંતિની નિંદર માણી રહ્યા છીએ તો એમની આંખોએ ચોક્કસ ઉજાગરા વેઠ્યા હશે. હંમેશા પપ્પાનાં કઠોર હ્રદયની પાછળ છૂપાયેલી કોમળતાને ઠેસ ના પહોંચાડતા !!

પપ્પાને કદાચ તમારી નવી ટેકનોલોજી કે નવી આઇ.ટી ની દૂનિયામાં સમજ ના પડે અથવા ઓછું ફાવે તો ... હળવેકથી વ્હાલ કરીને સમજાવજો પણ કયારે પણ એવું ના બોલતા કે તમને ખબર ના પડે ! ચૂપ રહો !!

ખાસ કરીને, મમ્મીની હાજરીમાં કે તમારી વહુ કે છોકરા - છોકરીઓની હાજરીમાં તો નહી જ !!!

કેમ, કે તમારી ગેરહાજરીમાં પપ્પા સાથે ઘણા અપમાનજનક વતઁણૂંક તમારા છોકરા કે છોકરી કે વહુઓ કરતા થઈ જશે !! માટે આવી પળ કયારે પણ ના આવવા દેતા !!

પિતા ને દીકરી સાસરે જાય ત્યારે હાથ અટકી જાય, દિકરો વિદેશ જાય ત્યારે પગ અટકી જાય અને પત્ની જાય ત્યારે પોતે આખો અટકી જાય પણ પોતાને બે ટંક રોટલા ખાવા કમાવવું પડે. પણ પત્ની નો સહકાર સારો હોય તો પતિ પત્ની સારી જિંદગી જીવી શકે છે.

હંમેશા માન- સન્માન જ આપજો , ભલે એમની ૧૦૦ ભૂલો થાય, — પિતા વગરની જિંદગી એટલે ભગવાન વગરનું મંદિર ...!!😢 – અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post