પેટની ભૂખ (Pet Ni Bhukh)

Related

#પેટની ભૂખ .."
એક ભીખારીની એક નબળી આદત કોઈ ઓછી રોટલી આપે તો ઝગડો કરે, બધા કંટાળી ગયા પણ, ગરીબ એટલે બધા જતું કરતા…

#આવકાર
પેટની ભૂખ

એક દિવસ એ રમાબેન જોડે એટલો ઝગડયો કે આખીયે શેરી ભેગી થઈ ગઈ...

આજ અશોકભાઇ નું મગજ તપેલું હતું તું સમજે છે શું,? દયા ડાકણ ને ખાય, જે મળે એ એમાં સંતોષ રાખ, બસ એ મૂંગામોઢે સાંભળી રહયો હતો, એના કપડામાં ઓછામાં ઓછી બસ્સો રોટલીઓ હતી,

બધા કહેવા લાગ્યા જરુર આ રોટલીઓ વેચી ને રોકડી કરે છે..!! બધા જેમ ફાવે તેમ બોલતા હતા, અને એ આકાશ સામે જોતો હતો..!!

ત્યાં માધવકાકા નીકળ્યા એમણે આ તમાશો જોયો,.. વિચાર આવ્યો કે આની પાછળ કશું રહસ્ય છે બસ્સો રોટલી છે છતાં વધારે લેવા ઝગડે છે, આની તપાસ કરવી જરૂરી છે એમને એમના નોકર ના કાન માં કઈક કહ્યું,, નોકર સમજી ગયો,

માધુકાકાએ બધાને સમજાવીને ને શાંત પાડયા અને ભીખારી પોતાનો બચકો લઈ ચાલતો થયો,

એની પાછળ માધુકાકાનો નોકર છુપી રીતે ચાલવા લાગ્યો હવે એ અવલનો રોડ છોડી ઝુંપડપટ્ટી બાજુ ચાલ્યો. ... ત્યાં તો કેટલાક છોકરાઓ દોડતા આવ્યા, રામુકાકા આવ્યા..રામુકાકા આવ્યા..!!

એ નીચે બેઠો, થેલો ઉતાર્યો, એમાં થી એક એક રોટલી એ છોકરાં ને દેવા લાગ્યો, છોકરાના ચેહરા નું સ્મિત એના ચેહરા ને હિમંત આપતું હતું, હવે માધુકાકા નો નોકર એના ઝઘડાનું કારણ સમજી ગયો, એ પોતા માટે નહીં પણ ગરીબના બાળકોના પેટ ઠારવા ઝગડો કરતો હતો, હવે માધુકાકા નોકર એની પાસે ગયો, એને ધન્યવાદ્ આપ્યા ત્યારે એટલું જ બોલ્યો, આ છોકરાં ના મા બાપ આખો દિવસ મજુરી કરવા જાય છે અને સાંજે આવે છે ત્યાં સુધી એ ભુખ્યા રખડતા, 
સાહેબ હું બહું નાનો માણસ છું પાછો ભીખારી છું હું અન્ન क्षेत्र તો ના ચલાવી શકું પણ આટલું કરું તો પણ ઘણું છે ત્યાં નાની છોકરી એની ગોદમાં બેસી ગયી એ એને રોટલી ખવડાવા લાગ્યો,..

નોકર માધુકાકા પાસે ગયો માંડીને પૂરી વાત કરી, માધુકાકા આશ્ચર્ય થી નોકરને જોઈ રહયા..!! અને બોલ્યા ...ઘણીવાર મને આખો દિવસ ખાવા નહોતું મળતું એ "પેટની ભૂખ" શું હોય છે એ મને ખબર છે, .!!!

અને બીજા દિવસ થી માધુકાકા એ દાલ રોટલીની નાનકડી લારી કાયમ માટે ઝુંપડપટ્ટી માં ચાલુ કરી, પણ નવાઈ એ હતી કે પેલો ભીખારી હવે ભીખ માગવા ન્હોતો આવતો ..!!

##એક દિવસ બધું છોડીને જવાનું જ છે,..માત્ર જિંદગીમાં કરેલ એકાદ સત્કર્મ જ સાથે આવવાનું છે. હરી ઓમ તત્સત્"'
                 —  અનિલ પંડ્યા પાટણ

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post