અબોલા...."
*************** વર્ષા ભટ્ટ "વૃંદા"
અબોલા એટલે ગમતી વ્યક્તિ સાથે ન બોલવું...... જીવનમાં કયારેક એવાં સંજોગો આવે છે કે જાનથી પ્યારી વ્યક્તિ સાથે પણ અબોલા થાય છે. અહીં પતિનાં શંકાશીલ સ્વભાવને કારણે બંને પત પત્ની અલગ થાય છે, પછી તેમનાં બાળકને કારણે અબોલા તૂટે છે.
અબોલા
સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો. આલાપ ફ્રેશ થઈ નીચે ગાર્ડનમાં ગયો, ત્યાં નાનાં બાળકો ફૂટબોલથી રમતાં હતાં. એકાએક બોલ તેની પાસે આવતાં એક બાળક બોલ લેવાં આવ્યો. તેનાં વાંકડિયા વાળ , ગોળમટોળ રૂપાળો ચહેરો જોઈ આલાપે તેને નામ પુછ્યું. તો તે બોલ્યો....
" આરવ " તેની મીઠડી બોલી અને હાવભાવ જોઈ આલાપને અનાયસે જ તે ગમવા લાગ્યો. આવું રોજનું થતું આલાપ બેઠો હોય અને બાળકો રમતાં હોય. આરવ પ્રત્યે કોણ જાણે આલાપને કૂણી લાગણી થતી.
એક દિવસ આરવ રમતાં રમતાં પડી ગયો. તેનાં માથામાંથી ઘણું લોહી વહેવા લાગ્યું. આલાપ જલ્દીથી આરવને હોસ્પિટલ લઈ ગયો . કોઈએ આરવની મોમને જાણ કરી તો તે હોસ્પિટલ પહોંચી. આરવનાં માથાં પર પટ્ટી જોઈ તે રડવા લાગી. ત્યાંજ પાછળથી આલાપ બોલ્યો......
" મેમ, આરવ હવે ઠીક છે.?"
તો આરવીએ પાછળ વળીને જોયું તો તે ચોંકી ગઈ !
" આલાપ તું ? અહીં ? "
ગભરાયેલી આરવી આલાપને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. વરસોનાં અબોલા તૂટી ગયાં.
આલાપ બોલ્યો..... " આરવ તારો દીકરો છે ? "
આરવી બોલી....... " મારો નહી ? આપણો ? "
આલાપ હવે સમજી ગયો. તે ભૂતકાળમાં સરી પડ્યો.....
એક દિવસ વરસાદ ખૂબ વરસતો હતો. રાત થવા છતાં આરવી હજુ જોબ પરથી આવી ન હતી. થોડીવાર પછી આરવીને તેનાં બોસ ઘરે છોડવાં આવ્યાં. આલાપ પહેલેથી જ ગુસ્સામાં હતો અને પલળેલી આરવીને તેનાં બોસ સાથે જોઈ આલાપ અને આરવી વચ્ચે ઝગડો થયો. આજે આરવી તેની પ્રેગ્નન્સીની ખબર આલાપને આપવાની હતી. આલાપનો શંકાશીલ સ્વભાવ અને જીદને કારણે આરવી આલાપને છોડી ચાલી ગઈ. જીદી આલાપે પણ કયારેય આરવી સાથે વાત કરી નહીં.
હવે આટલાં વર્ષો પછી બંને મળ્યાં. આરવ , આલાપ અને આરવીનો જ દીકરો છે. તે જાણી આલાપની જીદ પણ ઓગળી ગઈ. બંનેનાં વરસોનાં અબોલા એક માસુમ બાળકનાં કારણે તૂટી ગયાં. — વર્ષા ભટ્ટ (વૃંદ) અંજાર
હવે આટલાં વર્ષો પછી બંને મળ્યાં. આરવ , આલાપ અને આરવીનો જ દીકરો છે. તે જાણી આલાપની જીદ પણ ઓગળી ગઈ. બંનેનાં વરસોનાં અબોલા એક માસુમ બાળકનાં કારણે તૂટી ગયાં. — વર્ષા ભટ્ટ (વૃંદ) અંજાર
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories