આશીર્વાદ (Blessing)

Related

# આશીર્વાદ ..."
*****વર્તમાન સમયની કડવી વાસ્તવિકતા દર્શાવતી વાત
બજાર ની વર્તમાન સ્થિતિ. ...મમ્મી પપ્પા ની વૃદ્ધ અવસ્થા... ઘર માં કમાનાર વ્યક્તિ ફક્ત હું...છતાં..પણ આજે.... મમ્મી...અને મારી પત્ની વચ્ચે ના ઉગ્ર મત ભેદ ..અંતે મનભેદ નું પરિણામ બન્યું... જે મને શંકા હતી તે જ અંતે થયું.... વેકેશન માં ગયેલ પત્ની વેકેશન પુરૂ થવા છતાં પિયર થી પાછા આવવા નું નામ નહોતી લેતી....

આવકાર
આશીર્વાદ - Blessing

મેં કારણ પૂછ્યું તો જવાબ મારા સાસુ..સસરા તરફથી મળ્યો...જમાઈ રાજ...તમારા માઁ બાપ થી તમે જુદા થાવ તો...મારી દીકરી ને ત્યાં મોકલું... અચાનક ...થયેલા પ્રહાર થી હું મૂંઝાઈ ગયો..છતા પણ સ્વસ્થ થઈ... મેં સામો સવાલ કર્યો....

અને નહીં થાઉ તો...?

સસરા બોલ્યા...દીકરી અહીં અમારે ત્યાં રહેશે...

મેં કીધું....આ તમારી ધમકી સમજી લઉ ?

તે બોલ્યા... એવું સમજી લ્યો..

મેં કીધું...તો..મારી ચેતવણી પણ સાંભળી લ્યો.. આ નિર્ણય તમારો છે મારો નહીં....હવે પછીના આવનાર દરેક પરિણામો માટે ફક્ત તમે જવાબદાર હશો....

મતલબ...!!? સસરા બોલ્યા..

મતલબ સાફ છે.. માઁ બાપ મારા છે જુદા થવું કે ન થવું ..એ મારી અંગત વાત છે..આ તમારો વિષય નથી...જેથી..તમે તમારી મર્યાદા મા રહો અંને હું મારી મર્યાદા માં રહુ ..તેમાં આપણા બંન્ને નું માન સન્માન રહેશે....એમ વાત કરી મેં મોબાઈલ ને કટ કર્યો..

મને ઘરે ચિંતા માં બેઠેલો જોઇ.. પપ્પા એ સવાલ કર્યો....બેટા કોઈ તકલીફ ?

મેં વિગતે વાત કરી.... પપ્પા ના ચહેરા ઉપર નારાજગી જણાતી હતી...પણ સાથે મક્કમતા પણ હતી...પાપા તરત જ સ્વસ્થ થઈ બોલ્યા..બેટા... આવડી નાની વાત મા દુઃખી શું કામ કામ થવું..? મારા તરફ થી લિલી ઝંડી છે તને.. તું આનંદ થી જુદો થા...બેટા

તેઓ તેમની આંખો ભીની લૂછતાં બોલ્યા...બેટા પણ અમને મળવા આવતો રહેજે.... આવા નાના કારણો ને લીધે...લગ્ન જીવન ઉપર કોઈ અસર ન થવી જોઈએ.... આટલું બોલી પપ્પા છાપું વાંચવા નો વ્યર્થ પ્રયત્ન કરવા લાગ્યા....

મને મંદિર ની અંદર બેઠેલો ભગવાન રડતો હોય તેવી લાગણી થઈ.. અગણિત ઉપકાર મારી જીંદગી ઉપર... આ માઁ બાપ ના છે.. પોતાની જરૂરિયાત ઉપર કાપ. મૂકી મારા મોજશોખ પુરા કર્યા...."

જ્યારે જ્યારે હું રડતો ત્યારે ત્યારે પપ્પાએ મને હસાવવાનો પ્રયત્ન કર્યો છે ...જયારે..જયારે હું મુંઝાયો છુ.. ત્યારે..ત્યારે..મારા ખભા ઉપર હાથ મૂકી...મને હિંમત આપી છે..

એ પપ્પા ની ભીની આંખો... અને હિંમત હારેલા જોઈ હું કઈ રીતે ઘર ની બહાર જઈ શકું ? તેના માટે તો માત્ર હું જ ઘડપણ ની.લાકડી છુ...

મારા લગ્ન જીવન ને ફક્ત ચાર વર્ષ જ થયા છે..તેમાં.. મારા સાસુ સસરા ને આવું બોલવા નો હક્ક કોણે આપી દીધો ?

તમે દીકરી આપી છે...તો મારા માઁ બાપે કમાતો દીકરો આપ્યો છે..એટલે દિકરી આપી અને મારા ઉપર તમે ઉપકાર કરતા હોય તેવું...વાણી વર્તન તો હું કદી નહીં ચલાવું ...એવો મેં મન ની અંદર નિર્ણય લઈ લીધો...

સાંજે મમ્મી ..પાપા સાથે..ડાઇનિંગ ટેબલ ઉપર હું જમતો હતો..ફરીથી ...સસરા નો...મોબાઈલ આવ્યો....ફરી થી એજ સવાલ...જમાઈ રાજ..શુ વિચાર્યું ?

મેં કીધું..વિચારવા નું શુ હોય ? ...મારી ટ્રાન્સફર તમારા જામનગર ગામ મા જ કરાવી લીધી છે....હું..મમ્મી પપ્પા થી જુદો થાવ છું..પણ ....હવે જામનગર માં કાયમ માટે તમારી જોડે....રહીશ

જમાઈ રાજ..ઘર ના મળે ત્યાં સુધી સાથે રહેજો..સસરા બોલ્યા...

મેં કીધુ.. ઘર કોને ગોતવું છે..મારે તો તમારા ઘરે જ તમારી દીકરી સાથે કાયમ રેહવું છે....આમે હું તમારી દીકરી ના આગ્રહ ને કારણે તમને પપ્પા..કહી નેજ બોલવું છું.... 35 વર્ષ મારા બાપે મને સાચવ્યો..બાકી ના વર્ષ તમે મને સાચવો...

સસરાજી ગંભીર થઈ બોલ્યા.. એ શક્ય નથી....દીકરી અને જમાઇ કાયમ માટે અમારા ઘર માં સારા ન લાગે...

મેં કીધું....પણ મારે તમારી સાથે જ રહેવું..છે...જેથી મને અને તમને તમારી લાડકી દીકરી નું સાચા સ્વરૂપ ની ખબર પડે....

સસરા.... બોલ્યા... દીકરી જમાઈ.. પિયર માં સારા ન લાગે.... સાસરા મા જ સારા લાગે.

મેં કીધું.... મારૂ. કેહવા નું એજ છે..વડીલ...દીકરી સાસરે જ સારી..લાગે.. તમારી દીકરી છે...તો તે મારી પત્ની..પણ .છે..

જેટલી ફરજ તમારી દીકરી ને મારે સુખી રાખવાની છે. તેટલી જ ફરજ મારી મારા માઁ બાપ પ્રત્યે પણ છે ..એ કેમ તમે ભૂલી જાવ છો ? તમારી દીકરી ને જયારે મોકલવી હોય ત્યારે 365 દિવસ અમારા ઘર ના બારણાં ખુલ્લા છે....

બાકી એક સલાહ તમને આપું ..તમે દીકરી ના ઘર મા માથું ના મારો...એ આપણા એક બીજા ના હિત માં છે... તમારા લાડ..અને વધારે પડતા પ્રેમે તમારી છોકરી ને વધારે પડતી સ્વચ્છંદી ..અને તોછડી બનાવી દીધી છે...."

આજકાલ દીકરી ના માઁ બાપ દીકરી નું યોગ્ય ઘડતર કરતા નથી...અને વગર ટ્રેનિંગે કોઈ ના ઘર માં મોકલી આપે છે..પછી..વર અને સાસુ ના વાંક કાઢવા એ આદતો બનતી ગઈ છે....

સત્ય ..અને કડવું, ...છેલ્લે મારૂ સાંભળી લ્યો..તમારી દીકરી ને એકલું એટલે રહેવું..છે..તેના સમયે ઉઠવું...કીટીપાર્ટી ઓ કરવી છે...અને સહેલીઓ સાથે રખડવું..છે...તે શક્ય નથી..

આપ છ મહિના કે વર્ષ સાચવી તેનો અનુભવ કરી જોવો ...લગ્ન પહેલા ની દીકરી અને સાસરે થી પાછી આવેલ દીકરી નો તફાવત ખબર તમને પડી જશે.

અને યાદ રાખજો...જાતે અહીં મુકવા તમે આવશો... સોમવાર થી સ્વીટુ ની સ્કૂલ ખુલે છે ...તમારી દીકરી ને મોકલવી હોય તો મોકલી આપો નહીંતર સ્વીટુ નું ત્યાં એડમિશન લઈ લેજો.  ....કહી મેં મોબાઈલ કટ કરી દીધો...

પપ્પા મમ્મી મારી સામે જોતા રહ્યા....પપ્પા..ભીની આખે બોલ્યા..તારા વ્યક્તીવ પ્રમાણે મેં જે આશા તારી પાસે રાખી હતી..તેજ ..તું બોલ્યો.. બેટા ગર્વ છે...મને તારા ઉપર... સાથે તારી મમ્મી ને પણ એક સલાહ આપું છું ..બીન જરૂરી કચકચ કે તે લોકો ની વ્યક્તિગત જીંદગી ની અંદર દખલગિરી ન કરતી. ...નહીંતર ઘર ને તૂટતું કોઈ બચાવી નહીં શકે...

ત્યાં થોડી વાર પછી ફરી થી મોબાઈલ ની રિંગ વાગી... સસરા નો મોબાઈલ આવ્યો ...જમાઈ રાજ...કાલે બપોરે નીકળી રાત્રિ સુધી માં અમારી દીકરી ને મુકવા આવું...છું.... સાંજે આપણે સાથે જમવા નું રાખશું....

મેં કીધું..આવો તો બેત્રણ દિવસ રોકાઈ ને જજો..ઘર જ છે...

સસરા.. બોલ્યા.. બેટા.. માફ કરજે ...તારી સ્વમાની અને કડક વાત સાંભળી ...મારી જવાની યાદ આવી ગઈ. ...મેં તારા જેવું વર્તન કર્યું હોત..આજ મારા માઁ બાપ ના દીવાલ ઉપર લટકતા ફોટા સામે નીચે માથે ઉભો ન હોત...

તમે શાંતિ અને સ્વમાનથી તમારા માઁ બાપ સાથે જીવો.. તેવા અમારા "આશીર્વાદ" છે...! - અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post