અભિયાન (બોધકથા)
**************** ફાલ્ગુની વસાવડા.
મયંક ને શું થયું હતું? અને શેઠ રમણલાલ એને સહાય કરીને શેનું પ્રાયશ્ચિત કરતાં હતાં?
સમગ્ર વિશ્વમાં વિકાસ તો પ્લેનની ગતિએ થાય છે, પણ આધુનિક સમયમાં વ્યસનનું જોર પણ એટલી જ ઝડપે વધતું જાય છે! એ ચિંતિત કરનારું છે. પહેલાં, પાન મસાલા અને ગુટકા બીડી સિગારેટ વગેરે વ્યસનોની આદત હોય એ વ્યસની કહેવાતા, પણ આજે તો દારુ વીડ અને ડ્રગ્સ અને એમાં પણ વિવિધતા!
મયંક ને શું થયું હતું? અને શેઠ રમણલાલ એને સહાય કરીને શેનું પ્રાયશ્ચિત કરતાં હતાં?
સમગ્ર વિશ્વમાં વિકાસ તો પ્લેનની ગતિએ થાય છે, પણ આધુનિક સમયમાં વ્યસનનું જોર પણ એટલી જ ઝડપે વધતું જાય છે! એ ચિંતિત કરનારું છે. પહેલાં, પાન મસાલા અને ગુટકા બીડી સિગારેટ વગેરે વ્યસનોની આદત હોય એ વ્યસની કહેવાતા, પણ આજે તો દારુ વીડ અને ડ્રગ્સ અને એમાં પણ વિવિધતા!
અભિયાન - Abhiyan
સિગારેટમાં પણ ઈ સિગારેટનું નવું ઉપાર્જન શરું થયું છે, અને વિદ્યાર્થીઓ માટે આ બધું સાવ આસાનીથી ઉપલબ્ધ થતું હોયને દર વર્ષે તમાકુના સેવનથી લાખો લોકોનાં મરણ થાય છે, અને છતાં એનું કોઈ નિરાકરણ થતું નથી. પણ આજે હું બુધવારની બોધકથામાં એક એવો કિસ્સો લાવી છું! જે કંઈક અલગ છે, અને આ રીતે પણ સમાજ સુધારો થઈ શકે.
મયંક અને મુકેશ બંને ચાલીમાં રહેતા હતાં, બંનેની ભાઈબંધી પણ ઘણી જૂની હતી! એકબીજા એકબીજાને બહુ સારી રીતે ઓળખતાં હતાં. આજે બંને ફેક્ટરી માંથી પાછાં ફરતાં હતાં! પણ મયંક આજે સાવ ચૂપ હતો. મુકેશ એને પુછતો હતો શું થયું? ભાભી સાથે ઝઘડો થયો! કે પછી ટિફિનમાં જમવાનું સારુ નહોતું મુક્યું! આમ કેટલુંય પુછ્યુ પણ મયંક બોલ્યો નહીં! એટલે એણે પુછ્યું બોલને શું થયું?
છતાં એ બોલ્યો નહીં એટલે માવો ધરતાં કહ્યું લે 135 નો છે, લગાવ! મજા આવી જશે!; એમ કર આજે બીડી પી લે! સમસ્યાનો ધૂમાડો થઈ જશે! એમ કરી હસવા લાગ્યો. ત્યાં તો મયંકે બીડી અને માવો ગુસ્સાથી ફેંકીને કહ્યું બધી સમસ્યાઓનું મૂળ આ જ છે! મુકેશે પુછ્યુ એટલે?
બે ત્રણ દિવસથી શાક તીખું લાગતું હતું, એટલે થયું મોઢું આવી ગયું હશે! બે દિવસ પછી દાઢ પૂરી થાય ત્યાં એક ચાંદુ દેખાયું! એટલે થયું કે દવા લઈ લઉં! કારણકે મોળું મોળું ભાવતું નહોતું. એટલે ગલીનાં નાકે નાનકડી ઓરડીમાં દવાખાનું ચલાવતાં, જગદીશ જોષી પાસે ગયો તો કહે! દવા તો આપું છું, પણ એક ચિઠ્ઠી લખી આપું છું ત્યાં દેખાડી આવજે. ચિઠ્ઠીમાં ડોક્ટર દર્શન ઉપાધ્યાયને કંઈક ટેસ્ટ લખ્યા હતા. એક અઠવાડિયા પછીની એપોઈન્ટમેન્ટ આપી મેં કહ્યું મને બહુ તકલીફ છે! તો કહ્યું કે એક્સ્ટ્રા ઇમર્જન્સી ચાર્જ લાગશે! સર ની ફી 1500 +500 એટલે 2000 થશે!
આ મહિને તારી ભાભીનો જન્મ દિવસ આવે છે, એટલે થોડાં બચાવ્યા હતા! એ આમાં વાપરી નાખ્યા! પણ ડોક્ટર દર્શન ઉપાધ્યાય એ તપાસીને જે કહ્યું, એ સાંભળીને ભૂખ તરસ સુખ ચેન નીંદર બધું ઉડી ગયું!: એણે કહ્યું કે ગલોફાના કેન્સરની શરૂઆત થઈ ગઈ છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે,તમે સમયસર આવી ગયા છો, એટલે જાનનું જોખમ નથી,પણ રૂપિયા પાંચ લાખ થશે?; હવે એક મિલ મજૂર આટલાં રુપિયા ક્યાંથી કાઢે! નાની ઢીંગલીનાં જન્મને હજી વરસ પણ થયું નથી, અને તારી ભાભી પણ હજી 24 ની જ છે! બા ને વંશ વધારવાની પડી છે!; એને કેમ સમજાવું કે આ મોંઘવારીમાં હવે બીજું સંતાન પોષાય એમ નથી, ત્યાં આ ખર્ચ!
બા એ શહેરની આ હાઉસિંગ સોસાયટીના મકાન માટે રુપિયા આપીને કહ્યું કે, લલ્લા હવે આ બે દાગીના છે, એ નાની ને આપીશ! એણે રહેવા ઘર પણ રાખ્યું નહીં, તેમજ અહીં સાથે પણ રહેતી નથી, ભાડાની એક ઓરડીમાં રહીને ખેતરનાં કામ કરી પોતાનું જીવન ચલાવે છે. મુકેશે કહ્યું કે તો ભાભીનાં પિયર વાત કરી જો! સંકટ સમયે સગું કામ ન આવે તો ક્યારે આવે? મુકેશે બહુ ખેદ સાથે કહ્યું, યાર આવડી મોટી રકમ તો હું પણ ક્યાંથી કાઢું! એક કામ કરીએ શેઠને વાત કરીએ! મયંકે કહ્યું મને નથી લાગતું એ લોભિયો કંઈ આપે નહીં !
મુકેશના કહેવાથી અંતે પહેલાં શેઠ આગળ જવાનું નક્કી કર્યું!: મયંકે ડરતા ડરતા પાંચ લાખની લોનની વાત કરી! એમણે પુછયુ શું કામ લોન લેવી છે? મયંક કંઈ રીતે કહેવું એનાં શબ્દો શોધતો હતો, ત્યાં મુકેશે જ કહી દીધું કે શેઠ મયંકને કેન્સર થયું છે, અને ઓપરેશન માટે રુપિયા જોઈએ છીએ! કંજૂસ દેખાતા શેઠ રમણલાલ એ ઘડીકમાં રુપિયા પાંચ લાખનો ચેક લખી આપ્યો!
મુકેશના કહેવાથી અંતે પહેલાં શેઠ આગળ જવાનું નક્કી કર્યું!: મયંકે ડરતા ડરતા પાંચ લાખની લોનની વાત કરી! એમણે પુછયુ શું કામ લોન લેવી છે? મયંક કંઈ રીતે કહેવું એનાં શબ્દો શોધતો હતો, ત્યાં મુકેશે જ કહી દીધું કે શેઠ મયંકને કેન્સર થયું છે, અને ઓપરેશન માટે રુપિયા જોઈએ છીએ! કંજૂસ દેખાતા શેઠ રમણલાલ એ ઘડીકમાં રુપિયા પાંચ લાખનો ચેક લખી આપ્યો!
અને કહ્યું કે આ રુપિયા હું લોન પેટે નથી આપતો ! સહાય પેટે આપું છું, પણ હું એક અભિયાન ચલાવું છું, અને એમાં તમારે મદદ કરવાની છે. મારી એક બે શરત છે! પહેલી શરત કે હવે પછી ક્યારેય તમાકુનું સેવન નહીં કરું, એવું વચન આપવાનું, બીજું તમારાં મિત્ર વર્તુળ કે સંગા સંબંધીઓમાં જેને તમાકુની ટેવ હોય એને આ રોગની ગંભીરતા સમજાવવાની જવાબદારી લેવાની! ઓછામાં ઓછાં પાંચ વ્યક્તિને તમાકુની ટેવ છોડાવવાની અને જો શક્ય હોય તો કોઈનું ઓપરેશન થતું હોય, ત્યારે જેટલી આર્થિક સહાય થાય એ કરવાની!
અને જો આ શરતોનું પાલન કરી શકો નહીં તો, છ મહિનામાં આ રકમનાં ડબ્બલ રુપિયા મને પાછાં જમા કરાવવાનાં! બોલો છે શરત મંજૂર? તો આ ચેક આ જ મિનિટે તમારો! મયંક સીધો શેઠનાં પગમાં પડી ગયો અને કહ્યું કે મને બધી શરત મંજૂર છે. મુકેશે પુછ્યુ શેઠ ખરાબ નહીં લગાડતાં, પણ વાત વાતમાં પચાસ, સો રુપિયા, ભૂલ પેટે અમારા કાપી લ્યો છો!
અને આજે કંઈ તપાસ વગર આમ જ ચેક લખ્યો? શેઠે કહ્યું કે મારે પણ તમારી જેવો એક દિકરો હતો, રોનક એનું નામ! મારી પત્ની એનાં જન્મ પછી બહુ જીવી નહીં! અને એટલે મને એની તરફ દુર્ભાવ થયો! આમ પણ નવો નવો ધંધો હતો, એટલે હું વધુ વખત ફેક્ટરી અને એનાં કામમાં વ્યસ્ત રહેતો, અને એ અમારા ચોકીદાર કાનજીનાં દીકરા મનુ સાથે ઉછેરવા લાગ્યો! કાનજીને બીડીની ટેવ હતી, અને એ બંને બીડી ચોરી ચોરીને પીતા હતા! પછી તો એ મોટો થયો! મારી પાસે એને આપવાં રુપિયા સિવાય કંઈ હતું નહીં! ક્યારેય વિચાર્યું જ નહીં કે આવડી ઉંમરમાં આટલાં રુપિયાનું એ શું કરે છે? અને એમ એને સિગારેટ અને તમાકુ વાળા ગુટકા કે પડીકીની ટેવ પડી ગઈ. એને પણ કેન્સર થયું! અને ડોક્ટરે જ્યારે મને કહ્યું ત્યારે એ છેલ્લા સ્ટેજમાં હતું, અને એક દિવસ એ આ દુનિયા છોડી ચાલ્યો ગયો!
પણ પોતાની મમ્મી એના જન્મ પછી ગુજરી ગઈ એમાં મારી ભૂલ શું હતી? એ પ્રશ્નાર્થ વાળી એની આંખો મને સૂવા દેતી નહોતી! થોડા સમય પછી એક સવારે કાનજી આવ્યો અને કહ્યું શેઠ મનુ ને કેન્સર થયું છે, અને ઓપરેશન... મેં તરત ચેક બુક કાઢી અને બ્લેન્ક ચેક લખી આપી દીધો. ઈશ્વરનું કરવું અને મનુ બચી ગયો! અને મને પેલી આંખોમાં મારી માટે આભાર દેખાયો! પહેલીવાર મને રાતભર નીંદર આવી, અને મને જીવવાનું કારણ મળી ગયું. દર વર્ષે આ રીતે ઓછામાં ઓછાં દસને મદદ કરવી! એની પાસે આ રીતે શરત મુકવી અને એ શરતોના પાલનથી કેટલાંય બાપની ટેકણલાકડી બચાવવી, કેટલીય સ્ત્રીઓને વિધવા થતી બચાવવી, અને એમના બાળકોને અનાથ થતાં બચાવવા એજ મારું પ્રાયશ્ચિત છે.
તો મિત્રો તમાકુનું વ્યસન બહુ જ જીવલેણ સાબિત થાય છે, અને એનાથી થતાં મૃત્યુનો દર વધતો જ જાય છે ! છતાં વપરાશમાં કોઈ ઓટ નથી! ઉલટું બમણું વેંચાય છે, ત્યારે શેઠ રમણલાલ જેમ સમાજ સુધારવાની કોશિશ કોઈ કરે તો એને વંદન કરવા ઘટે!: અને વ્યસનીને જ્યાં સુધી પોતાની પીઠે લાકડી નહી પડે ત્યાં સુધી એને સમજાશે નહીં, એ આ જ રીતે સુધરશે.
– ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
તો મિત્રો તમાકુનું વ્યસન બહુ જ જીવલેણ સાબિત થાય છે, અને એનાથી થતાં મૃત્યુનો દર વધતો જ જાય છે ! છતાં વપરાશમાં કોઈ ઓટ નથી! ઉલટું બમણું વેંચાય છે, ત્યારે શેઠ રમણલાલ જેમ સમાજ સુધારવાની કોશિશ કોઈ કરે તો એને વંદન કરવા ઘટે!: અને વ્યસનીને જ્યાં સુધી પોતાની પીઠે લાકડી નહી પડે ત્યાં સુધી એને સમજાશે નહીં, એ આ જ રીતે સુધરશે.
– ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories