"પ્રકૃતિ એ જ ભગવાન"
---------------------------->>📖 🔥 બહુ જ ઓછા લોકોને ખબર હશે કે સ્મશાનમાં મૃતદેહને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે.!!? તો ચાલો જાણીએ આપણાં પૂર્વજોના સનાતન શાસ્ત્રને ..
પ્રકૃતિ એ જ ભગવાન
આપણા પુર્વજો રૂષિ મુનિઓએ આપેલી આ પરંપરા આજે પણ આપણે અમલ કરીએ છીએ. જુના જમાનામા જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડીયાને સપ્તપદી બોલાવામા આવતી અને મંગળના ચાર ફેરા (૧) કામનો, (૨) અર્થનો (૩) ધર્મનો અને (૪) મોક્ષનો ___ ફેરવવામાં આવતા.
મોક્ષના ફેરામાં સ્ત્રી પોતાના પતિને આગળ અને પોતે પાછળ ચાલે છે. જે અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય છે તે અગ્નિ બુઝાવા નહોતા દેતા. તે જાન પરણીને વિદાય થાય ત્યારે વર પક્ષવાળા તે અગ્નિ માટીના દોણામા ભરીને લઈ જતા. પછી પતરાના ચોરસા ફાનસ આવ્યા અને અત્યારે કોરો ધાકોડ દીવડો આવ્યો જ્યારે જાન પરણીને ઘરે પહોચે ત્યારે તે અગ્નિમા એકાદ બે અગ્નિ જીવીત રહેતા. તે અગ્નિ ઉપર છાણાનો ઓબાળ ભરી પાછો અગ્નિ પ્રગટાવતા. તે અગ્નિમા રસોઇ પકવીને ખાતા. પાછો અગ્નિ ચુલામા રાખથી ભંડારતા. સવારે પાછો અગ્નિ જીવીત કરતા. તેમ આ જીવન ચાલતુ. જ્યારે માણસ મ્રુત્યુ પામે ત્યારે એ જ અગ્નિ પાછો દોણામા ભરીને લઈ જવાય છે અને તે અગ્નિથી અગ્નિ દાહ આપાય છે.
મુત્યુ પછી ચાર વિસામા એ જ છે .... (૧) ઘરને આંગણે, (૨) ઝાપા બહાર, (૩) ગાયના ગોંદરે અને (૪) શમશાન ઘર.
કામ, અર્થ, ધર્મ અને મોક્ષના આ વિસામા છે. એ જ ચાર પ્રદિક્ષણા છે. પગથી પાછા વળવાની એટલા માટે કે જીવ શિવમા ભળી ગયો. તે શિવ બની ગયો માટે શિવના ચરણ ન ઓંળગી શકાય.
જળ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને વાયુ. આ પાંચ તત્વ પોત પોતામા ભળી જાય છે. તેને ભગવાનમા મલીન થયા કહેવાય છે. હવે તેના દર્શન કરવા હોય તો શિવાલયે જવાનુ. દીવાના દર્શને એટલા માટે જાય છે. _______
આત્મા અમર છે, જીવ મરતો નથી. જળ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને વાયુ. પોતપોતામા ભળી જાય છે, જ્યાથી તે આવ્યો હતો. એનો એ અર્થ કે માણસ મરતો જ નથી. પરંતુ ફરક એ છે તમે જે રૂપમા જોયો હતો તે રૂપમાં હવે નથી.
ભગવાન શબ્દનો અર્થ : "ભ" એટલે ભુમિ, "ગ" એટલે ગગન, "વા" એટલે વાયુ અને "ન" એટલે નીર.
--------------->મતલબ "પ્રકૃતિ એ જ ભગવાન"

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
ગુજરાતી આર્ટિકલ