દાદીમાં (Grandmother)

Related

"દાદીમાં"
************* અનિલ પંડ્યા પાટણ
આંખો પર " ડાબલા" જેવા ચશ્મા, હાથ માં " ગેડીયો" આવતાં હોય એટલે અલક મલકની વાતો" કરતી નાની વહુઓ ના હોઠ સિવાય જાય, જાજરમાન વ્યક્તિત્વનાં માલીક , સ્વભાવ" કડક" ...છતાં આખાં ગામનાં એ વ્હાલા હતા, તિક્ષણ નજર અને ઠરેલ આંખો એ ત્રણ દશકા જોયાં હતાં.


#આવકાર
દાદીમાં - Grandmother

ન્હોતી હોસ્પિટલ, નહોતાં દવાખાનાં એ સમયે કેટલીય સુવાવડ કરી હતી, નાનાં બાલકો ને વરાધ હોય, તાવ હોય, પેટ માં ચુક હોય બસ એમના ખલ માં બધા રોગ ની દવા હતી,

ભજન-કીર્તન ગાય ત્યારે જાણે ગોકુળ હોય એમ રાધા અને કાનાનું શબ્દ ચિત્ર ઉભું કરવાની તાકાત એની "જીભ" માં હતી, સ્વમાની ખરા પણ" અભિમાની " બિલકુલ નહી,

એક સમયે કાન્તા ભાભી ને વસંતભાઈ ભાઈ ઝગડી પડયા અને કાંતા ભાભી કુવો પુરવા નીકળ્યા, એમની અનુભવી આંખે એ જાણી લીધું ખાટલા માં બેઠા બેઠા બુમ પાડી.

"કાંતા" ખરા બપોરે ક્યાં હાલી ...? " અંહી આવ" અવાજનો લહેકો, એવો કે કાન્તા ભાભી ના પગ ખીલા દીધા હોય એમ ખોડાઈ ગયા, ...બેટા સાચું કહે " ખરા બપોરે ક્યાં જાય છે!?" વસંતીયા હારે ઝગડો થયો "ત્યાં તો કાંતા ભાભી રડી પડયા,

ભુરી ઓ ભુરી "પાણી લાવ બેટા"

કાંતા ભાભી ને પાણી આપ્યું, પાણી પીધા પછી પુછ્યુ ને ભુરી ને કહ્યું" વસંત ને બોલાવ ભુરી વસંતભાઈ ને બોલાવી લાવી અને દાદીએ એમના અને દાદા ના ઝગડાનાં એવા પ્રસંગો કહયા કે બધા હસી હસી ને ગોટો વળી ગયા હતા. 

પછી શું !! વસંતભાઈ ને કાંતા ભાભી હસતા સાથે ઘેર ગયા.

આજે તો ઘર માં કોઈ વડીલ હોતું નથી, ડસ્ટબીન સમજવા મા આવે છે, જુના જમાના માં આ ડસ્ટબીન લગ્ન તુટતા બચાવી લેતાં.

એક વાર સુવાવડ કરવા ગયેલાં ત્યારે પ્રસુતિ થતી ન્હોતી આખું ઘર ચિંતા માં ત્યારે દાદી એવી હિમંત આપેલી આખું ઘર ચિંતા મુક્ત થયુ, સુવાવડી ના કાન માં કાંઈક કહ્યું અડધી કલાકમાં " ઉઆ ઉઆ ઉઆ થવા લાગ્યું, આખું ઘર આનંદ થી નાચી ઉઠ્યું.

ત્યારે આખા ગામ ની ખટ પટ કરનારી" સમતા ડોશી એ દાદી ને પુછયુ કે " મોંઘી તે કાન માં એવું તે શું કીધું કે વહુ ને સુવાવડ થઈ ગઈ..!!, દાદી હસ્યા પછી બોલ્યા કહું સમતા" ....હા હા કહો સમતા ડોશી બોલ્યા.

દાદી બોલ્યા " અલી વહુ આ સમતા ડોશીએ દશ જણ્યા તું એક માં થાકી ગઈ કર "તાકત" ને આને સુવાવડ થઈ ગઈ..!, બધાં જોર થી હસી પડ્યા.

આજે તો પીડા સહન થતી નથી સીઝેરિયન કરવાં પડે છે તે જમાનામાં આ દાદીઓ જ "ગાયનોલોજીસટ" હતા.

નાનાં બાળકો સાંજે દાદી ને વીંટળાઈ વળે વાર્તા કહે બધાં વાર્તા સાંભળતા ઉંઘી જાય, ....એ દાદી મા જ્યારે દુનિયા છોડી ગયાં આખું ગામ હિબકે ભરાયું, સાંજ કોઈના ઘેર ચુલા ના પેટાણા

...................જાણે ગામ પર "આભ" તુટ્યું

આજે વોટ્સએપ છે, ટેકનોલોજીની ભરમાર છે, ઈન્સ્ટાગ્રામ છે, ગુગલ છે, દુનિયાની માહીતી છે પણ "સાહેબ" બધા ને પ્રેમ" ના તાંતણે બાંધી શકે તેવી "દાદી" .....એકપણ ઘર માં નથી.!!

આ સદી પ્રેમ, લાગણી વ્યહવાર, માં નથી, આજે "દાદીઓ અને દાદાઓ વૃધ્ધાશ્રમમાં આંસુના દરીયામાં ડુબેલા જીવે છે પણ,,,,હૃદય ના ધબકાર માં જીવન નથી, બસ શ્વાસ ચાલી રહયા છે એ જ મોટો અભિશાપ છે. અસ્તુ ..હરી ઓમ તત્સત્. 
______________
"Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺_______

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post