સ્નેહનું ઝરણું .."
******************રતીલાલ વાયડા "મૃગેશ"
શ્રીમતી નરગીસબેન જહાંગીર સાહેબ વાંકડિયા, પ્રિન્સિપાલ મીઠાપુર હાઇસ્કુલ મીઠાપુર તાતા કેમિકલ્સ ,ગામ મીઠાપુર, જીલ્લો દેવભૂમિ દ્વારકા, ગુજરાત રાજ્ય. તેઓ ૪૦ વર્ષ સુધી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રહ્યા અને તેમનું સ્નેહનું ઝરણું એ હજારો વિદ્યાર્થીઓના માટે આજે પણ એક મુખ્ય સંભારણું બની રહ્યું છે.
સ્નેહનું ઝરણું
શિક્ષણ, શિસ્ત , વ્યવસ્થિતતા અને સ્વચ્છતાના તેઓ ખૂબ આગ્રહી હતા અને શાળામાં આ તમામ નિયમોનું તેઓ પાલન કરાવતા.
તેમના સમય દરમિયાન મીઠાપુર હાઇસ્કુલનું શિક્ષણ એ ઉત્તમ કક્ષાનું હતું. બોર્ડની અંદર મોટેભાગે વિદ્યાર્થીઓ એક થી ૧૦ સુધીના નંબર લાવતા અને સ્કૂલને ગૌરવ અપાવતા એટલું જ નહીં પરંતુ એસ.એસ.સી . અને એચ.એસ.સી.બોર્ડનું ૧૦૦% પરિણામ અનેક વખત સુધી આવેલું છે અને જેનું ગૌરવ શ્રીમતી નરગીસબેન ને જાય છે.
શાળામાં શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું હતું. તેઓ ઉત્તમ શિક્ષકોને પસંદ કરતા હતા અને તેના કારણે શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણનો સારો લાભ મળતો હતો .
દર વર્ષે શાળામાં અનેક પ્રકારના ઉત્સવ ઉજવવામાં આવતા હતા. દર વર્ષે કલ્ચરલ ફેસ્ટિવલ ૧૫ મી ઓગસ્ટ ૨૬ જાન્યુઆરી અન્ય તહેવારો સારી રીતે ઉજવવામાં આવતાં. રમત ગમતના ક્ષેત્રે વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેતા હતા. શાળાની અંદર અનેક પ્રકારના જુદા-જુદી કક્ષાના વિદ્વાનોને બોલાવી અને તેઓનો સંબોધન વિદ્યાર્થીઓને કરવામાં આવતું હતું.
શાળાના ગરીબ વિદ્યાર્થીઓ માટે તેને ખાસ વ્યવસ્થા કરી હતી. ફી માફી આપવી .શાળામાંથી પુસ્તકો શૈક્ષણિક સાધનો યુનિફોર્મ વગેરેની સહાયતા આપવી અને આમ ગરીબ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવતું.
વારંવાર વાલીઓના સંમેલનો બોલાવી અને શાળા અને વિદ્યાર્થીઓ વચ્ચેના એક સેતુરૂપ તેઓ કામ કરતા હતા અને તેને કારણે વાલીઓમાં પણ તે ખૂબ લોકપ્રિય હતા.
શાળામાં અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ તેઓ ચલાવતા હતા. માટીકામ, ચિત્રકામ , એન. સી. સી.ની ચાર શાખાઓ હાઈસ્કૂલમાં તેણે ચાલુ કરાવેલ અને જેમાં વિદ્યાર્થીઓ છેક દિલ્હી મુકામે ૨૬મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિનના પરેડમાં એન.સી.સી. ના વિદ્યાર્થીઓ અનેક વખત ભાગ લઈ ચૂક્યા છે .જે શાળા માટે ગૌરવની વાત કહી શકાય. દર વર્ષે એન. સી. સી.ના વાર્ષિક તાલીમ કેમ્પો જતા તેમાં પણ તેઓનો ઘણો સાથ સહકાર હતો.
૧૫મી ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના દિવસે શાળાના ગ્રાઉન્ડ ઉપર એન. સી. સી.ની ચારે વીગોની ભવ્ય પરેડ યોજવામાં આવતી હતી, જાણે લશ્કર ગ્રાઉન્ડ ઉપર ચાલતા હોય તેવો ભાસ થતો હતો અને લોકોને ભારે આનંદ થતો હતો, સાથે અનેક પ્રકારના ટેબલો પણ રહેતા અને ગામના તમામ લોકો આ કાર્યક્રમનો લાભ રહેતા હતા.
શિક્ષકોની તાલીમનો પ્રશ્ન હોય ત્યારે તેઓને જુદી જુદી પ્રકારની તાલીમ માટે પણ શાળા તરફથી મોકલવામાં આવતા હતા અને તેને કારણે શિક્ષકો પોતાના વિષયમાં ખૂબ જ પારંગત હતા.
શાળામાં પાંચ થી ૧૨ ધોરણ સુધી ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના લગભગ ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરતા હતા અને તેઓને તમામ પ્રકારની સુવિધાઓમાં તેઓ મદદ કરતા હતા. આ સ્કૂલના સંચાલનમાં તાતા કેમિકલ્સ લિમિટેડ કંપનીનો ખૂબ મોટો આર્થિક ફાળો અને મદદ હતી. મેનેજમેન્ટ તરફથી હાઈસ્કૂલના શિક્ષકોને રહેવા માટેના સારા મકાનો તેમજ. વૈદ્ય કિય અને અનેક પ્રકારની સહાયતા આપવામાં આવતી હતી.
તેમની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા તેને શ્રેષ્ઠ શિક્ષિકા તરીકેનો એવોર્ડ પણ આપવામાં આવેલો હતો.
તેઓએ શિક્ષણ બાબતમાં પી.એચ.ડી .કરી અને ડોક્ટરેટ ની પદવીપણ પ્રાપ્ત કરેલી હતી.
પોતાના શૈક્ષણિક સમય દરમિયાન અનેક વિદ્યાર્થીઓ તરફ અને તેઓના જીવનને ઉન્નત બનાવેલા હતા. આજે શાળામાં ભણેલા ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ મોટા હોદ્દા ઉપર છે અને આજે પણ તેઓ શ્રીમતી નરગીશબેન વાંકડિયાને અને તેના સ્નેહના ઝરણાને ખૂબ યાદ કરે છે.
હું... રતીલાલ વાયડા…...... બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે. (૧૦/૬/૨૦૨૫. મંગળવાર. નવી મુંબઈ.)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories