તો કોના માટે પ્રાર્થના કરું? – To Kona Mate Prarthana Kru?

Related

તો કોના માટે પ્રાર્થના કરું?

" ઓ સાહેબ લઇ લ્યોને, માત્ર દસ રૂપિયાનો જ હાર છે. ઓ સાહેબ....... ઓ સાહેબ ....."
આ શબ્દો સાંભળી પાછળ જોયું તો એક નાનકડો છોકરો પોતાના હાથમાં રહેલા ફૂલોના હાર બતાવીને આવતા જતા લોકોને તે લેવા વિનવી રહ્યો હતો.

આવકાર વેબસાઇટ
તો કોના માટે પ્રાર્થના કરું?

આ દ્રશ્ય જોઈ જરા થોભ્યો કે એટલીવારમાં તે છોકરો પાસે આવી બોલ્યો " સાહેબ લઇ લ્યોને માત્ર દસ રૂપિયા નો જ હાર આપું છું"

મેં કહ્યું" અરે ભલા હું તો દર્શન કરીને બહાર આવ્યો છું , હવે આ લઇ હું શું કરું?" આ શબ્દો સાંભળતા જ પેલા છોકરાનો ચહેરો જરા ફિક્કો પડેલો જણાયો.

તેના ચહેરાને જોઈ હું બોલ્યો " ચાલ હવે મારે આ હારની તો જરૂર નથી પણ એક કામ કર તું આ દસ રૂપિયા રાખ."

મેં ધીમેથી દસ રૂ.ની નોટ તેના ખિસ્સામાં મૂકી ચાલતી પકડી.થોડીવારમાં પાછળથી ફરી એજ અવાજ સંભળાયો "ઓ સાહેબ, એક મિનિટ ઉભા તો રહો"

આ સાંભળી મેં પૂછ્યું "કેમ ભાઈ હવે શું થયું?"

"અરે સાહેબ તમે હાર તો લીધો જ નહીં અને હારના પૈસા આપી દીધા"

મેં હસતા હસતા જવાબ વાળ્યો કે "એતો મેં તને એમજ ખુશી ખુશી આપ્યા છે. રાખ તારી પાસે, મારે હાર નથી જોઈતો."

છતાં પણ એ બોલ્યો "ના, ના સાહેબ આ હાર તો લેતા જ જાઓ. તમે તે હારના પૈસા ચૂકવ્યા છે."

"અરે ભાઈસાબ મેં કહ્યુંને કે એ હારનું મારે શું કરવું? હું તો હવે ઘરે જ જાઉં છું."

"તો એક કામ કરો સાહેબ આ હાર તમે ઘરે લેતા જાઓ." સ્મિત સાથે તેના તરફ જોઈ બોલ્યો કે "દીકરા આનું ઘરે હું શું કરું?"

"ના, ના, તમારે હાર તો લેવો જ પડે કેમકે તમે તેના પૈસા ચૂકવ્યા છે." બાળકની જીદ સામે શું બોલવું કઈ સમજ ન પડી અને આટલું જ કહ્યું કે

"એ પૈસા તો મેં તને એમજ આપ્યા છે, પ્રેમથી રાખી લે."

છતાંય જાણે કે એને મારા જવાબથી કંઈ ફેર ન પડતો હોય તેમ ફરીવાર એકનું એક વાક્ય બોલ્યો "હાર તો તમારો જ કેવાય ને તમારે જ લઇ જવાનો."

અંતે કંઈ ન સુજ્યું તો મેં કહ્યું " એક કામ કર, તું મંદિરમાં જા અને આજે તું આ હાર ભગવાનને ચઢાવી આવજે"

જાણે કે તેને આ રુચ્યું અને તે બોલ્યો "હા સાહેબ એ બરોબર. ચાલો એમજ કરું છું."

મને પણ થયું કે ગજબ છોકરો છે. અને તેની વાતોએ જાણે કે મને પણ વિચારતો કરી મુક્યો. આ વિચારમાંને વિચારમાં હજુ તો હું થોડું આગળ ચાલ્યો હોઇશ ત્યાં ફરી એજ અવાજ કાને અથડાયો "ઓ સાહેબ"

ફરીથી એજ બાળક મારી સામે આવી ઉભો રહ્યો ને આ જોઈ હવે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો ને મારાથી સહજ ઊંચા અવાજે બોલાય ગયું "હવે શું છે? હવે તો જા."

આટલું બોલતા બોલાઈ તો ગયું પરંતુ સામેના બાળકે જે કહ્યુંએ સાંભળી હું છકક થઇ ગયો અને જાણે કે મને મારા જ બોલાયેલા શબ્દો પ્રત્યે ઘૃણા થવા લાગી. મારા બોલાયેલા શબ્દોની સામે કંઈ પણ પ્રત્યુત્તર આપ્યા વગર એ માત્ર એટલું બોલ્યો

"સાહેબ તમારું નામ તો જણાવો. હું ભગવાન પાસે આ હાર ચઢાવી, તમારું નામ લઇ ભગવાન પાસે તમારી સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના તો કરી શકું. તમારું નામ ન જાણતો હોઉં "તો કોના માટે પ્રાર્થના કરું?"

આ સાંભળી મારી આંખમાંથી સહજ અશ્રુબિંદુ ખરી પડ્યું અને મારુ ખુદનું અસ્તિત્વ જાણે કે ભૂલી ગયો હોઉં તેમ તે બાળકને ભેટી પડ્યો.

થોડીવારે સ્વસ્થતા પ્રાપ્ત થતા વિચાર આવ્યો કે આ બાળકની પ્રાર્થના સાચે જ ઈશ્વર સાંભળશે જ અને જવાબ આપ્યો કે "દીકરા આપણા નામ તો આ જગતના લોકોએ પાડ્યા છે, ઉપરવાળો તો દરેક ને એક માનવ સ્વરૂપે જ જુએ છે. તો જા દીકરા અને સમગ્ર માનવ જગત માટે પ્રાર્થના કરજે." – અજ્ઞાત"
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post