રંગ કસુંબલ
**************
‘આજ તો બાપ, ભારે સુવાણ્ય કરાવી. મારી મા(ગુજરાતી ભાષા)ને કંકુ-ચોખાએ વધાવી. બાયું, બેનડીયુંએ ચોકમાં સાથિયા પૂર્યા. શગ મોતીએ આરતી ઉતારી. મારા કેડીયાની કહૂં ફાટવા લાગી. ધૈન બાપ, ધૈન માવડીયું. આવી સુવાણ્ય જોઇ મનેય મનમાં તોરો છૂટ્યો. એક ઠીકાઠીકની વાત માંડવાનું મન થ્યું. આવા સુજાણ ડાયરાં નૈ કવ તો ક્યાં કૈશ.

વાતડીયું વગતાડીયું, જેડા જેડા માનવી હેડી વાતડીયું.
હેતુ હેતુ મનેખનો ડાયરો જાઇમો છે. ઇ ટાણે મને મેઘાણીનું ઓહાંણ થ્યું. જાતનો વાણીયો પણ સવાઇ ચારણ થઇને ર્યો. એની એક કવિતા છે કસુંબલ રંગ. ઇ કવિતાની એક કડી યાદ આવી. – વહાલી દિલદારાની પગની પાનીએથી ચૂમ્યો કસુંબીનો રંગ.
હવે આવું ઇ જમાનામાં કેમનું બને. ગમે તેવો વૌવ ઘેલો એની પરણેતરની પાનીએ બોકો(ચુંબન) ના ભરે. ભૈ આ તો મેઘાણી. ક્યાંની ક્યાં વાતનું ભોડું કાઢે. બડકમદાર ભાયડો ખોટું લખે નૈં. મેં તો ખણખોદ આદરી ને મને આ કડીનું ઠેકાણું મળી ગ્યું. તમે સંધાય સુવાણ્ય કરો.
અસલના, રાજાશાહીના જમાનાની વાત છે. તંયે વસ્તી પાંખી પણ પોતમાં જાડી. માણહને માણહ ગમે. ભેટાંભેટ થાય તૈં બથું ભરે. ગળાના સમ દઇ હાથ એંઠો કરાવે. રોટલામાં રોટલો ભળે ઇ મોટી વાત ગણાય. મેમાન ન આવે તો સુવાણ્ય ના લાગે. એવા જમાનાની આ વાત છે.
ઇ જમાનામાં વટ, વચન ખાતર ખાતર ખપી જનારાની ખાંભીયુંને ગામને પાદર સીંદુર લગાડાતો. સપરમા દા’ડે ગોળ ચોખાનું નિવેદ ઘરાતું. ગામની વહુઆરુ ન્યાંથી નીકળે એટલે લાજ કાઢે. માણહને માણહનું મુલ હતું. મલાજો જળવાતો. ઇ જમાનામાં રજવાડા રજવાડા વચ્ચે વેર એટલાં. લાગ જોઇ દુશ્મન રાજ્ય ઉપર દળ કટક લઇ ત્રાટકે.
આવા ટાણા સિવાય ગામ મોજના ધૂબાકા મારે. હોળી, ધૂળેટી, રામનવમી, નોરતામાં હિલોળા લ્યે. જાન આવે, જાન ઉઘલાવાય. નવી પૈણેતરનો જાગરણ કે ધૂળેટીમાં વારો નીકળી જાય. આખો દિ’ અલપ ઝલપ વવનું મોઢું જોવા માંગતો નવો પૈણેલો જુવાનિયો ડાફોળિયાં મારે તંય રાતે પૂનમનો ચાંદો ઘૂમટા આડેથી દેખાય. મીઠી ગોઠડીમાં કંયે હવાર પડી જાય એનું ભાન ના ર્યે. આવું એક નવું પૈણેલું રજપૂત જોડું ઢોલીયે ગૂટરગું કરતું સુવાણ્ય કરતું’તું. એવામાં ઠકરાણાના હાથીદાંતમાંથી બનેલ ચૂડલાની સોનાની ચીપે રજપૂતની છાતીએ ઘસરકો પાડ્યો. “હં હં ઠકરાણાં.” રજપૂતના મોઢાંમાંથી સિસકારો નીકળ્યો. વખતને કરવું ઠકરાણાંથી બોલાઇ ગયું,” ઠાકોર, આતો ખાલી ચૂડલાનો છરકો છે, ધીંગાણામાં તલવારના ઝાટકા ઊડતાં હશે તંયે શું થાહે?”
ખલાસ, ઠકરાણાંના મોઢે કાળમુખા બોલ નીકળી ગયા. ભારે કરી. રજપૂત મનમાં ઘીંહ ખાઇ ગ્યો. ઠકરાણાંને અફસોસનો પાર ન ર્યો. હવે શું થાય. કમાનમાંથી તીર છૂટી ગ્યું. આ વાતને ઘણો વખત વૈ ગ્યો. વાતનો ખટકો બેયને મોઢે નૈ હૈયે ખટકતો રૈ ગ્યો.
એક વખત ગામના ઠાકોર(રાજા) ઇના સગામાં બહારગામ કાંણે(ખરખરે) ગયેલા. ગામ રેઢું ભાળી દુશ્મન ચડી આવ્યાં. ધ્રીબાંગ ધ્રીબાંગ બૂંગિયો ઢોલ વાગ્યો. ગામના જુવાનિયા હાથે ચડ્યું હથિયાર લઇ દુશ્મનના સૈન્યને પોંખવા નીકળી પડ્યા. રજપૂત પણ ઢાલ તલવાર લઇ, ઘોડીએ ચડી સૌની આગળ હાલ્યો. પાદરે ઠીકાઠીકનું ધીંગાણું જામ્યું. લોહીના માંદણાા(ખાબોચિયાં) ભરાણા. દુશ્મનનું સૈન્ય પારોઠના પગલાં ભરી ગયું. સાંજે પડ્યે લોહી નીતરતાં, ઘાયલ જુવાનિયા ઘર ભેળાં થ્યા. સાંજમાંથી રાત પડી તોય રજપૂતના કોઇ વાવડ ના મળ્યા. ઠકરાણાં દીવો લઇ પાદરે પહોંચ્યા. ચારે બાજુ લાશોના ઢગલાનાં મોઢાં જોતી જાય, રજપૂતને ગોતતી જાય. ક્યાંય રજપૂતનું શબ ના દેખાણું. ઠકરાણાંએ નિહાકો નાખી મનમાં વિચાર્યું, ‘ચૂડલાનો છરકો સહન ના કરી શક્યો એ તલવાર ક્યાંથી ઝીલે. રજપૂત ઘોડી લઇને ભાગી ગ્યો હોય.’
એવામાં ઠકરાણાંને અવાજ સંભળાયો,’ ઠકરાણાં, હું આંય છું. ઉપર જોવ.’ ઠકરાણાંએ ઉપર જોયું તો એનો દરબાર ઝાડની ડાળીમાં સોંસરવો વીંધાયેલ લટકે. ‘જુઓ, સામી છાતીએ લડ્યો છું. પીઠમાં એકેય છરકો નથી. ધીંગાણામાં ભારે પૈડો એટલે મને આ ડાળ સોંસરવો પરોવી દીધો. તમને મોઢામેળ થવા જીવ ટકાવી રાખ્યો છે.’ ઠકરાણાં પોરહાઇને બોલી ઉછ્યા,’ વાહ મારા પરણેતર, વાહ મારા માથાના મુગટ, ધૈન તમારી મા ના ધાવણને. સુખેથી સરગાપરની વાટે સીધાવો.’
રજપૂતનું પ્રાણ પંખેરું ઉડી ગયું. ઝાડમાંથી શબ નીચે ઉતાર્યું. મહાણે ચિતા ખડકાણી. ઠકરાણાંને સત ચડ્યું. અબીલ ગુલાલની છોળો વચ્ચે ચિતા પર પલાંઠી વાળી, રજપૂતનું માથું ખોળામાં લઇ આગ પ્રગટાવી. ભડ ભડ ભડ ચિતાની આગ બેયને સરગાપર લઇ ગઇ. આવા ટાણે રજપૂતનું માથું ઠકરાણાંના ખોળામાં હતું. રજપૂતના હોઠ ઠકરાણાંના પગની પાનીએ અડકતા હતા. ઇ જોઇ ને લોકવાણીમાં બોલાયું, “વહાલી દિલદારાના પગની પાનીએથી ચૂમ્યો કસુંબીનો રંગ” અહાહા બાપ! એટલે તો કેવાનું મન થાય છે,

‘અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી
#......અમરલોકથી આવ્ય ઝવેરચંદ મેઘાણી’
કસોટીની એરણે, તા:–૨૯/૦૮/૨૫
પ્રકાર - લોકકથા (ગઢવીના મોંએથી) [વ્હોટસએપ દ્વારા પ્રાપ્ત]

___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺