"વાંચન વિશેષ વેબસાઇટ "આવકાર" પર આપનું સ્વાગત છે, અમારા વિશે વધુ જાણવા વેબસાઇટના અંત ભાગમાં આવેલ "About Us" પર ક્લિક કરશો."

અનાર્કા વેસ્ટકોટ ..!(Anarcha Westcott) સત્ય ઘટના

Related

અનાર્કા વેસ્ટકોટ...!🕯️

ઇતિહાસના પાનાંઓ ફેરવશો તો ક્યાંય એનું નામ જોવા નહીં મળે. છતાં આજે આપણી માતા-બહેનો જે પીડામુકત અને સુરક્ષિત છે, તે આ જ ગુમનામ સ્ત્રીના પ્રતાપે છે. એનું નામ હતું... અનાર્કા વેસ્ટકોટ!

અનાર્કા વેસ્ટકોટ - સત્ય ઘટના
અનાર્કા વેસ્ટકોટ - સત્ય ઘટના

વાત ૧૮૪૫ની આસપાસની છે. અનાર્કા માત્ર ૧૭ વર્ષની એક માસૂમ દીકરી હતી. પણ તેના નસીબમાં આઝાદી નહોતી, તે એક અશ્વેત 'ગુલામ' હતી.

તેણે હમણાં જ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલી અતિશય પીડાદાયક પ્રસૂતિએ તેના શરીરને અંદરથી સાવ તોડી નાખ્યું હતું. લોહી વહી રહ્યું હતું અને તે દર્દથી કણસી રહી હતી. તેને તાત્કાલિક સારવાર અને હૂંફની જરૂર હતી, પરંતુ તેના માલિકે તેને એક ડૉક્ટરને સોંપી દીધી... ઈલાજ માટે નહીં, પણ એક 'પ્રયોગ' માટે!!

એ ડૉક્ટરનું નામ હતું ડૉ. જે. મેરિયન સિમ્સ! દુનિયા ભલે આજે તેમને "આધુનિક સ્ત્રી-રોગ વિજ્ઞાનના જનક" માનતી હોય, પણ એ શખ્સે અનાર્કાને સ્ત્રી તો શું, એક મનુષ્ય પણ નહોતી સમજી.

એક ગુલામ હોવાને કારણે અનાર્કા પાસે ના પાડવાનો કે વિરોધ કરવાનો કોઈ અધિકાર જ નહોતો. તેના માલિકની મંજૂરીથી ડૉક્ટરે તેને માત્ર પ્રયોગ માટેની એક 'વસ્તુ' જ માની લીધી. અને પછી શરૂ થયો તબીબી ઇતિહાસનો એ કાળો અને કડવો અધ્યાય! અનાર્કાને બેભાન કર્યા વિના, કોઈપણ જાતની એનેસ્થેસિયાની દવા વિના તેના પર એક-બે નહીં, પરંતુ ત્રીસથી વધુ સર્જરીઓ કરવામાં આવી!

દર વખતે જ્યારે ડૉક્ટરના હાથમાં રહેલું ચાકુ તેના શરીર પર કાપો મૂકતું, ત્યારે અનાર્કાની ચીસોથી આકાશ પણ ધ્રૂજી ઊઠતું. પણ એક 'ગુલામ'ની એ પીડા સાંભળવાવાળું ત્યાં કોઈ જ નહોતું. તેના શરીરને વારંવાર ચીરવામાં આવ્યું, અને ફરીથી નિર્દયતાથી સીવી દેવામાં આવ્યું! અનાર્કાની એ અસહ્ય પીડા જ આજની આધુનિક સ્ત્રી-રોગ ચિકિત્સા (ગાયનેકોલોજી) નો પાયો બની.

આવી હચમચાવી દેનારી સત્ય ઘટનાને લખતા આજે પણ હાથ ધ્રૂજી જાય છે! સજળ નયને આ વાત લખતા એવું લાગે છે કે દુનિયામાં આવા અસહ્ય દુઃખ દેનારા નિર્દયી લોકો પણ પડ્યા હશે! અને બિચારી અમુક સ્ત્રીઓએ પોતાના જીવનમાં કેટકેટલું સહન કરવું પડ્યું હશે!!

સમય વીતતો ગયો. ડૉક્ટર મશહૂર થઈ ગયો. હોસ્પિટલો એ ડૉક્ટરના નામ પર બની અને ભવિષ્યની પેઢીઓ માટે તેની ભવ્ય મૂર્તિઓ ઊભી કરવામાં આવી. પણ પેલી અનાર્કા...? તે સાવ ભુલાવી દેવાઈ! ન તેને કોઈ સન્માન મળ્યું, ન કોઈ મૂર્તિ બની, ન કોઈ ન્યાય મળ્યો. જાણે તેનો અવાજ ઇતિહાસમાં કાયમ માટે દબાઈ ગયો.

પરંતુ સમય હંમેશાં સત્યને બહાર લાવે જ છે. આજે આંતરરાષ્ટ્રીય સ્તરે જાગૃતિ આવી રહી છે. વર્ષ ૨૦૧૮ માં ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાંથી પેલા ક્રૂર ડૉ. સિમ્સની મૂર્તિ લોકોના ભારે વિરોધને કારણે હટાવી દેવામાં આવી. આજે મેડિકલ જગત અનાર્કા અને તેની સાથે પ્રયોગોનો ભોગ બનેલી બેટ્સી અને લ્યુસી નામની અન્ય સ્ત્રીઓને સંયુક્ત રીતે "મધર્સ ઓફ ગાયનેકોલોજી" (સ્ત્રી-રોગ વિજ્ઞાનની માતાઓ) તરીકે સન્માન આપી રહ્યું છે.

એ મહિલાને ભૂલી જવી એ આપણા માટે શરમની વાત કહેવાશે, જેના દર્દે આપણી માતાઓ અને બહેનોની પીડાને ઓછી કરી. અનાર્કા, તું આજે અસહ્ય પીડા સહન કરીને અમર થઈ ગઈ છે! પણ તારા આ બલિદાનને ભીની આંખે અને અત્યંત દુઃખીહૃદયે લાખો કરોડો વંદન. ..અનાર્કા!

માનવ જાત પર ફિટકાર વરસાવતી અત્યંત નિર્દયી આ ઘટના ગુજરાતી આર્ટિકલ્સમાં ભલે ઓછી જોવા મળે, પણ તમે ગુગલ પર અંગ્રેજીમાં "Anarcha Westcott" સર્ચ કરશો, તો વિકિપીડિયા પર આ કાળા ઇતિહાસ અને અનાર્કાના બલિદાનની ઝીણવટભરી માહિતી ચોક્કસ વાંચવા મળશે.

આ સત્ય ઘટના વાંચીને તમારી પણ આંખો ભીની થઈ હોય, તો આને નીચે આપેલ સોશિયલ મીડિયા શેર બટ્ટનથી શેર જરૂર કરો...! ✨હરેકૃષ્ણ.

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post

Ads

"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."