"વાંચન વિશેષ વેબસાઇટ "આવકાર" પર આપનું સ્વાગત છે, અમારા વિશે વધુ જાણવા વેબસાઇટના અંત ભાગમાં આવેલ "About Us" પર ક્લિક કરશો."

ધિરાણ - લઘુકથા

Related

ધિરાણ ....!

ગાઢ જંગલની વચ્ચેથી પસાર થતો એ સુમસામ રસ્તો કાળીડિબાંગ અમાસની રાતે વધુ ભયાનક લાગી રહ્યો હતો. ડોક્ટર સમીર પોતાની કારમાં શહેર તરફ જઈ રહ્યા હતા, એક તો બિહામણો મારગ ને આટલું ઓછું હતું ત્યાં ઉપરથી અચાનક વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો.

ધિરાણ - લઘુકથા
ધિરાણ - લઘુકથા

કારની હેડલાઇટના આછા પ્રકાશમાં ડૉ. સમીરને રસ્તાની એક બાજુ પડેલી બાઈક અને તેની પાસે ઈજાગ્રસ્ત હાલતમાં દર્દથી કણસતો એક અજાણ્યો માણસ દેખાયો. …!

બાઈક સ્લિપ થવાથી તેનું એક્સિડન્ટ થયું હોય તેવું લાગી રહ્યું હતું. રાત્રિના ઘનઘોર અંધકારમાં ડર અને થોડા સંકોચ સાથે માણસાઈ ખાતર ડોક્ટરે હિંમત કરી ગાડી ઊભી રાખી અને એ માણસની મદદે દોડી ગયા.

તેના માથાના ભાગે, હાથની કોણીઓ અને ઘૂંટણ માંથી સતત લોહી વહી રહ્યું હતું, ડૉ. સમીરે તુરંત પોતાની મેડિકલ કિટમાંથી પાટાપીંડી કરી વધુ દર્દ ના થાય તે માટે ઇન્જેક્શન આપી પ્રાથમિક સારવાર આપી દીધી. થોડીવાર પછી એ માણસને રાહત થઈ એટલે તેણે બે હાથ જોડી ભીની આંખે ડોક્ટર સમીરનો હૃદયપૂર્વક આભાર માન્યો.

તેણે કહ્યું, "સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર! હવે મને થોડું સારું છે, હું મારી બાઈક ધીરે ધીરે ચલાવીને મારા મુકામ સુધી પહોંચી જઈશ, તમે મારી ચિંતા ન કરો." ડોકટરને તેની આંખોમાં કોઈ અલગ જ પ્રકારના ભાવ અંધારામાં પણ દેખાઈ રહ્યા હતા. કોઈનો જીવ બચાવ્યાનો સંતોષ લઈને ડોક્ટર સમીર પોતાની કારમાં સફરમાં આગળ વધ્યા.

હજુ માંડ પાંચેક કિલોમીટર કાપ્યા હશે, ત્યાં અચાનક વરસાદી પાણીના કારણે રસ્તા પર પડેલા એક મોટા ભૂઆમાં સમીરની કારનું આગળનું વ્હીલ ખરાબ રીતે ફસાઈ ગયું. સમીરે એન્જિન પર ઘણું જોર આપ્યું, પણ કાદવ અને પાણીના કારણે પૈડું ગોળ-ગોળ ફરતું રહ્યું અને કાર સહેજ પણ આગળ વધી શકી નહી!

આવા ઘોર અને બિહામણા જંગલમાં આ અણધારી આફતથી ડોકટર પૂરેપૂરા ઘેરાઈ ગયા! એકલા હાથે કારને એક બાજુથી ઊંચી કરીને વ્હીલ બહાર કાઢવું અશક્ય હતું. ખરાબ વાતાવરણ અને રાતના સમયને કારણે આ રસ્તા પર વાહનોની અવરજવર પણ સાવ નહિવત્ હતી. પણ….

નિયતિ હંમેશા કોઈને કોઈ અનુસંધાને જ ચાલતી હોય છે…ડૉ. સમીર જ્યારે નિરાશ અને લાચાર થઈને કારની બહાર ઊભા હતા, બરાબર એ જ વખતે પાછળથી એક બાઈકની પીળી હેડલાઇટનો આછો પ્રકાશ તેમની કાર પર પડ્યો. અને ડૉ. સમીર જીવમાં જીવ આવ્યો હોય એ તેના તરફ જોઈ રહ્યા! બાઈક સવાર નજીક આવ્યો અને ઊભો રહ્યો. તેણે પરિસ્થિતિ જોઈ અને તરત જ મદદ કરવા માટે આગળ આવ્યો.

બંનેએ મળીને કારને જોરદાર ધક્કો માર્યો અને પેલા માણસે એક બાજુથી કારને થોડી ઊંચી કરવામાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી. તેમના સહિયારા પ્રયાસથી થોડી વાર લાગી પણ કારનું વ્હીલ તે પાણી ભરેલા ખાડામાંથી હેમખેમ બહાર નીકળી ગયું! પણ..

જ્યારે કારની લાઈટના અજવાળામાં ડોકટર સમીરે એ મદદગારનો ચહેરો જોયો, ત્યારે તેમના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. આ એ જ માણસ હતો, જેનો જીવ સમીરે થોડીવાર પહેલાં થયેલા જ એક્સિડન્ટમાં બચાવ્યો હતો!

આશ્ચર્ય અને લાગણી સાથે સમીરે તરત જ કહ્યું, "અરે! તમને આટલું બધું લાગેલું છે છતાં વ્હીલ કાઢવામાં મદદ કરી!"

તે માણસે સમીર સામે જોઈને એક હળવું સ્મિત કર્યું અને ગંભીર અવાજમાં કહ્યું, "તમે કરેલી મદદ આની સામે કાઈ જ નથી સાહેબ."

આટલું બોલીને તે અજાણ્યો માણસ પોતાની બાઈક લઈને વરસાદી કાળી રાતના એ ભયાનક અંધકારમાં આગળ વધી ગયો.
….…ડૉ. સમીર તેને જોતા જ રહ્યા!

તેની આંખો ભીની થઈ ગઈ અને પરમ કૃપાળુ ઈશ્વરને યાદ કરી રહ્યા હતા કે મારી ગાડી ફસાવાની હતી અને મને આ ભયાનક રાત્રિમાં ઉજ્જડ જગ્યાએ ઉગારવા માટે નિયતિએ કેટલું આગોતરું આયોજન કર્યું હશે!!

મિત્રો ….
મનુષ્ય દ્વારા નિઃસ્વાર્થ ભાવે કરાયેલી ભલાઈ એ એકમાત્ર એવું ધિરાણ છે જે કદી દગો દેતું નથી! તેને ક્યારેક વ્યક્તિ તો ક્યારેક કુદરત, વ્હેલું કે મોડું પણ પાછું જરૂર આપે છે!

✨હરેકૃષ્ણ"…✍️
©all rights reserved…."

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post

Ads

"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."