# પાર્સલ ...."
સવારના સાડા સાતથી આઠ વચ્ચે એક છોકરી ઇ - સ્કૂટી લઈને આવે. મારા પાડોશીની દીકરીને ‘ અવનીબેન .. પાર્સલ ... ' નો અવાજ મારીને છોકરી દરવાજો ખખડાવે.
એનો લગભગ મારી લાઇનમાં પાર્સલ આપવાનો ટાઈમ સવારના સાડા સાતથી આઠ વચ્ચેનો. હું લગભગ આ ટાઇમે કાયમ બ્રશ કરતો હોઉ કે દાઢી કરતો હોઉ. એ છોકરી મારી સામે જોઈને ગૂડ મોર્નિંગની આપ - લે કરે.
એની સ્કુટી પર મોટા થેલા, આગળ પેસેજમાં નાનાં મોટાં પાર્સલ મૂકેલા હોય. હંમેશાં એના મોઢા પર ઓઢણી બાંધેલી હોય. એનો ચહેરો મેં ક્યારેય જોયો નથી. એણે ઇસ્ત્રી વગરનાં સાદા કપડાં પહેરેલાં હોય. પગમાં સાદા ચંપલ હોય.
ક્યારેક મને પૂછે પણ ખરી: ‘અંકલ, તમે સરકારી જોબમાંથી નિવૃત્ત થઈ ગયા લાગો છો.’ ..વાતવાતમાં એણે જણાવી દીધું કે, ...
તે પાછળના વિસ્તારની ચાલીમાંથી આવતી ને કોલેજમાં અભ્યાસ કરતી છોકરી છે. કુટુંબમાં તેની માતા અને પોતે એક દીકરી છે. કોરોનાકાળમાં ભાઈ અને પપ્પા ગુમાવી દીધા છે. માતાને પણ અસ્થમા છે. લગભગ પથારીવશ છે.

પાર્સલ - Parcel

સવારના સાડા ચારે ઊઠીને માતાની શૌચક્રિયાથી લઈને નવડાવાનું કામ કરીને, ચા - નાસ્તો કે દવા આપીને પોતે સાત વાગ્યા સુધીમાં તૈયાર થઈને ગોડાઉનમાંથી - ઇ-પાર્સલ મેળવીને સાડા આઠ વાગે તો પાર્ટીને પાર્સલની ડિલિવરી આપવા નીકળી જવાનું.
દિવાળી કે કોઈ ખાસ તહેવારોમાં તો ક્યારેક રાતના આઠ પણ વાગી જાય. આ છોકરીની કામ કરવાની ધગશ એટલી બધી છે કે ક્યારેક પંદર હજાર તો ક્યારેક અઢાર હજા૨ મહિને કમાઈ લે છે.
દિવાળીની સિઝનમાં એને ફુરસદ પણ હોતી નથી. મારી દીકરીની ઉમરની આ છોકરીના કામને જોઈને મને થયું કે, એના માટે બે જોડી સારા- મોઘા ડ્રેસ લઈ આપું. ઓનલાઇન ઓર્ડર આપ્યો. મને થયું કે આ છોકરી જ પાર્સલ આપવા આવશે એટલે એને એ પાર્સલની સાથે મીઠાઇનું બોક્સ દિવાળીના આશીર્વાદ રૂપે આપી દઇશ. #આવકાર™
મારા નામનું પાર્સલ કોઈ છોકરો લઈને આવ્યો. મેં પૂછ્યું :‘ દ૨૨ોજ તો એક છોકરી આવે છે આજે તું કેમ આવ્યો ?
‘આજે એનો એક્સિડન્ટ થયો છે,

......હવે એ નહિ આવે..!!😮😌 સમય પણ કમાલ કરે છે. હું વિચારતો જ રહી ગયો. છોકરીનું પાર્સલ મારા હાથમાં જ રહી ગયું !
🖊️લેખન ક્રેડિટ: અશોક વાણિયા (વડોદરા)
🖊️લેખન ક્રેડિટ: અશોક વાણિયા (વડોદરા)
Tags:
Stories
સારા કામમાં મોડુ ન કરવું!
જવાબ આપોકાઢી નાખોબીજું કે દેવા માટે ય નસીબ જોઈએ!