...બા ની બુટ્ટી ...
***************** તિલોત્તમા જોશી.(મારા જીવનની સત્ય ઘટના.) કોઈને પોતાની મનગમતી પ્રવૃત્તિમાં સફળતા મળે તો ખુશીનો કોઈ પાર ન રહે, પણ જ્યારે બીજાની ખુશીમાં આપણે તરબોળ થઈએ અને જે આત્માનંદ થાય એ અનુભૂતિ કંઈક અલગ જ હોય છે.
બા ની બુટ્ટી - Baa Ni Butti
વર્ષો પહેલાં બનેલી સત્ય ઘટના મારા સાસુ (હું સાસુબા જ કહેતી) મંજુલાબેનનું અવસાન ૨૦૧૭ માં થયું એના બે મહિના પહેલાંની આ વાત — મારા સાસુબા કાયમ પોતે હાથમાં સોનાની ચાર બંગડી, ગળામાં બોર માળા, અને કાનમાં હીરાના નંગ વાળી બુટ્ટી પહેરતાં. જે ક્યારેય એમણે શરીરથી અળગી કરી નહોંતી.
અમારા ઘર પાસે જ ભગવાન 'શ્રી ગણેશજી'નું મંદિર ...સાસુનો નિત્યક્રમ - વહેલી સવારે દર્શન કરવાં જવું. એ વખતે અમારી 'ગુજરાત સોસાયટીમાં સોનાની ચેન ચીલઝડપના કિસ્સા બહું બનવા લાગેલાં.
એટલે એન. ડી. ( મારા પતિ ) ઘણીવાર (ટોકતા) ને કહેતાં કે "બા આટલાં ઘરેણાં પહેરીને બહાર ન જાવ ક્યારેક મુશ્કેલીમાં મુકાશો. "પણ બા માને શેનાં ?
બા કહેતાં "આ ઘરેણાં મારા મર્યા પછી ઉતરશે એ પહેલાં નહીં" આવી અનેક વાર આ ચર્ચા થતી રહેતી ને સાસુબા કાયમ નનૈયો ભણતાં.
એક દિવસ સવારમાં સાસુબા નહાઈને બહાર ઓસરીમાં તડકે ભીના વાળ સૂકવવા બેઠાં હતાં. હું સવારની બીજી વારની ચા આપવા ગઈ ત્યારે અચાનક મારી નજર એમનાં કાન પર પડી એક કાનમાં બુટ્ટી નહોંતી.
મે સહજ મ પૂછ્યું : "બા તમારા કાનની એક બુટ્ટી કેમ નથી ?"
બા : શું "હું નહાવા ગઈ ત્યારે કદાચ બાથરૂમમાં પડી ગઈ હશે"
હું તરત જ બાથરૂમમાં શોધવાં ગઈ ત્યાં નહોંતી. પછી થયું કદાચ ઘરમાં ક્યાંક પડી ગઈ હશે વિચારી આખું ઘર શોધી કાઢ્યું ક્યાંય બુટ્ટી ન મળી.
અમારા કામવાળા બહેન આવ્યા એણે ઘરમાં ઝાડું પોતા કરતી વખતે જોયું, બુટ્ટી ક્યાંય દેખાઈ નહીઁ. મે સાસુને કહ્યું " બા ! ઘરમાં બધેય જોયું. બુટ્ટી મળી નથી મને લાગે છે કદાચ બુટ્ટી મંદિરે આવતાં જતાં રસ્તામાં પડી ગઈ હશે".
સાસુને એ બુટ્ટી બહું જ વહાલી હતી. કારણ અમારો પરિવાર મધ્યમ વર્ગીય. એ સમયે મારા સસરાની જે કાંઈ કમાણી હતી એમાંથી થોડી કરકસર કરી બે પૈસા બચાવતા, એમ થોડાં થોડાં ઘરેણાં બનાવડાવ્યા હતાં. સાસુ, બુટ્ટી ખોવાયાનો બહું વસવસો કરતાં. રોજ કામવાળા બહેનને પૂછે "બુટ્ટી મળી ? "
કામવાળા બહેન કહે : "બા ! બુટ્ટી મળશે એટલે તરત તમને આપીશ તમે ચિંતા ના કરો. "
સાસુએ બીજા કાનની બુટ્ટી પહેરેલી રાખી. મે કહ્યું "એક બુટ્ટી શું કામ પહેરી છે ? મને આપો હું એના જેવી જ બીજી બુટ્ટી બનાવવા સોનીને આપું બની જાય પછી બંને કાનમાં પહેરજો."
પણ સાસુ ના પડે "મારે એવું કંઈ કરવું નથી. નસીબમાં હશે તો જડી જશે, મારો એક કાન છો ને અડવો રહ્યો."
આમને આમ દિવસો પસાર થતાં હતાં એમાં એક દિવસ વહેલી સવારે સાસુ બાથરૂમમાં ફ્રેશ થવા ઊભાં થવા ગયાં ને ચક્કર ખાઈ બેભાન થઈ પડી ગયા.
અમે તાત્કાલિક ૧૦૮ એમ્બુલન્સ બોલાવીને હોસ્પિટલમાં એડમીટ કર્યાં.
ડોકટરે તપાસીને કહ્યું " ઉંમરને લીધે તકલીફ થઈ છે, બી.પી.હાઈ થયું છે."
પાંચેક દિવસ દાખલ રહ્યાં. થોડું સારું થતાં સાસુ ભાનમાં આવ્યાં. બાદ ડોકટરે ઘરે લઈ જવાની સલાહ આપી કહ્યું "બને એટલી ઘરે સેવા કરો "
ડોક્ટરે ઘરે આવી તપાસી જશે એવી બાંહેધરી આપી. ઘરે કઈ કઈ દવા આપવી એની સલાહ લીધી. ત્યાર બાદ અમે ઘરે આવી ગયાં.
સાસુને એમનાં રૂમમાં રાખ્યાં. સગાસબંધી, અડોશ પડોશના બધાં ખબર પૂછવા આવવાં લાગ્યાં. રૂમમાં સંકડાશ હતી એટલે અમે વિચાર્યું કે બાના રૂમનો થોડો સામાન ઉપરના રૂમમાં શીફ્ટ કરી દઈએ જેથી આવનારને બેસાડવામાં મોકળાશ રહે .
એ હેતુથી ઉપર મૂકવા માટે એક લાકડાનો કબાટ જેનો ઉપયોગ બહું ઓછો થતો હતો એ ફેરવવા મેં અને કામવાળા બહેને કબાટને ખસેડ્યો
તો આશ્ચર્ય ? જોયું કબાટની પાછળ પાયા પાસે કશુંક ચમકતું દેખાયું મે નમીને જોયું તો બાની ખોવાયેલી બુટ્ટી હતી . હું હરખથી ચીસ પાડી ઉઠી "બા, તમારી બુટ્ટી આ રહી ." મારા આંસુ રોકી ન શકી.
સાસુ પથારીમાં સૂતા હતાં, એકદમ હાંફળા ઉઠી મને ઈશારાથી કહે, "લાવ મારા હાથમાં આપ."
મે એમને આપી. સાસુએ હાથમાં બુટ્ટીને એવી રીતે રાખી કે જાણે નાનાં બાળકને પ્રેમથી વહાલ કરતાં હોય..
મને ઈશારાથી કહ્યું કાનમાં પહેરાવી દે" મે બુટ્ટી કાનમાં પહેરાવી.
ત્યારે એ જે દૃશ્ય સર્જાયું એ આજે પણ ભૂલી શકતી નથી.
જેમ એક નાનાં બાળકને કોઈ નાની અમથી ચોકલેટ આપે ત્યારે બાળક ખુશ થાય ને ચહેરા પર નિર્દોષ હાસ્ય જોવાં મળે, એવો ચહેરો સાસુબાનો હતો એ એટલાં ખુશ થયાં કે વાત પૂછો માં
એ વર્ણન કરવા ના મારી પાસે કોઈ શબ્દો નથી.
બાને શાંતિ થઈ, હાશ ! બુટ્ટી મળી ગઈ. હું ચોધાર આંસુએ રડી પડી . ભગવાનનો આભાર માન્યો
હે પ્રભુ ! મારાં સાસુબાની ઈચ્છા પૂરી કરી. તમારો હૃદયથી આભાર માનું એટલો ઓછો છે.
આ ઘટનાં બન્યાં પછી સાસુબાનું છ દિવસ બાદ મૃત્યુ થયું, તે પહેલાં રોજ કાનને અડકીને જોઈ લેતાં કે બુટ્ટી છે ને ! પછી એવાં રાજી થતાં એ જોઈ હું ખુશ થતી.
આજે આ લખું છું ત્યારે મને સાસુબાનો નિર્દોષ હસતો ચહેરો નજર સમક્ષ તરી આવે છે.

જાણે કહેતાં હોય " તિલુ ! હું તને કહેતી હતી ને બુટ્ટી મળી જશે, જો મળી ગઈ ને ! સાસુબાની અઢળક ખુશીના વરસાદમાં હું ભીંજાઈને તરબોળ થઈ ગઈ.
- તિલોત્તમા નરેશ જોશી. (મહુવા. જી. ભાવનગર)

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories