ડૂસકું (Dusku)

ડૂસકું .."
***********– રશ્મિન પ્રજાપતિ
વર્ષ પૂરું થઈ રહ્યું હતું, માટે શાળાએથી વિદ્યાર્થીઓની જીદને આવકારી શિક્ષકોએ એક પ્રવાસનું આયોજન કર્યુ હતું. નજીકમાંજ આવેલા વૃદ્ધાશ્રમની મુલાકાત લેવી અને વૃદ્ધ વડીલો સાથે વાર્તાલાપ કરવો બાળકો પણ તૈયાર હતાં.

AVAKARNEWS
ડૂસકું

બગીચાના મધ્યમાં ટેબલ-ખુરશીપર વૃદ્ધ વડીલો પોતાની દિનચર્યા પુરી કરી ઔપચારિક વાતો કરી રહ્યા હતાં. ત્યાંજ શાળાના બાળકો આવતાં હરેક ઘરડી આંખમાં મમતાનું વાત્સલ્ય ઉભરી આવ્યું. પણ સીતા બાની આંખોમાં અશ્રુનું પૂર આજે સહેજ કળવેળા કરતું નોઁહતૂ.

સામે ઉભેલી અદિતિની આંખોમાં પણ એ પૂરની સોડમ હતી. સર્વ વિચારોને ફંગોળી અદિતિ સામે બેઠેલા સીતા બાના કરુણ ખોળામાં જઈ ખાબકી.

મમતાનીએ કરચલીવાળી ચામડીએ જ્યારે અદિતિને સ્પર્શ કર્યો ત્યારે એના હૈયામાં ભરાયેલી ડામ તુટી અને ડૂસકું રાડ બન્યું. આલિંગનના જોડાણને જોઈ ઘણા હૈયાએ પોતાના પાલવના છેડાને રૂમાલ કર્યો.

" કેમ બેટા રડી....? " એ પ્રેમાળ બાથમાંથી છુટી પડેલી અદિતિને શિક્ષકે પૂછ્યું.

" હું જ્યારે નાની હતી ત્યારે મારા મમ્મી પપ્પાને પૂછતી કે આપણા બા ક્યાં ગયા છે ?, ત્યારે એ કહેતા કે તેવો ગુજરી ગયા છે..."

આટલું કહેતાં એ બાળકીના નીચલા જડબાએ થથરાટ ઊભી કરી અને પાછો એ સુંકાયેલો અશ્રુપટ લાગણીના પૂરમાં ચીકોર થઈ ગયો. 

સારું વાંચતા રહો અને મનગમતી પોસ્ટ શેર કરતા રહો ___😊

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you so much for your feedback 😊

વધુ નવું વધુ જૂનું