"એકલતા"
+++++++++++++++++++(28 જુલાઈ 2025)
ઘરની ચાર દિવાલો વચ્ચે બેઠો હું ઘડિયાળના ટિક-ટૉક સાંભળતો હતો. દિવસો એકસરખા ગળાઈ જતા હતા. સવારે ઊઠવું, ઓફિસ જવું, સાંજે પાછું ફરવું, અને રાત્રે ખાલી ગાદલા પર પડી રહેવું – આ જ ચક્ર ચાલુ હતું.
એકલતા - Loneliness
એક શનિવારે હું મોડી રાત્રે ફ્લેટના બાલ્કનીમાં ઊભો હતો. નીચે રસ્તા પર કોઈ પતિ-પત્ની લડતાં હતાં, કોઈ બાળક હસતું હતું, કોઈ યુવા ગૅંગ બાઇક પર શોર મચાવી રહ્યું હતું. મને એકાએક લાગ્યું કે આ આખાયે શહેરમાં કોઈ મારી રાહ જોતું નથી. મોબાઇલમાં 200 કોન્ટેક્ટ્સ હતાં, પણ કોઈને કૉલ કરવાનું મન નહોતું થતું.
એક દિવસ ઓફિસમાંથી લેટ થઈ ગયો. ...બાર વાગ્યા સુધી કામ કરીને જ્યારે ઘરે પહોંચ્યો, ત્યારે ફ્લેટનો ડાર્કનેસ મને ઘેરી લેતો હતો. ફ્રિજ ખોલ્યો – એક ખાલી દહીંનો ડબ્બો અને આગળના દિવસથી રાખેલી રોટલી. માઇક્રોવેવમાં ગરમ કરી, એકલો જમ્યો. ટીવી ચાલુ કર્યું – ત્યાં પણ કોઈ ફેમિલી ડ્રામા ચાલતો હતો. ...બંધ કરી દીધું..!!
રાત્રે સપનામાં મારી માતા આવી. બાળપણમાં જ્યારે મને ડર લાગતો, ત્યારે તે મારા માથે હાથ ફેરવી કહેતી, "ચિંતા ના કર, બેટા. હું છું ના!" ...જાગ્યો તો આંખો ભીની હતી. ફોન ઉપાડી માતાને કૉલ કરવાનું મન થયું, પણ રાતના 2:30 વાગ્યા હતા. મૂકી દીધું.
દિવાળી ની રાત હતી. ઓફિસના કોલેગ્સ પોતપોતાની ફેમિલી સાથે સેલિબ્રેટ કરી રહ્યા હતા, .......અધ્ધર આકાશમાં ફૂટતા ફટાકડાનો અવાજ સંભળાઈ રહ્યો હતો, મેં સોશિયલ મીડિયા ખોલ્યું – સૌ નવા વરસ માટે ખુશખુશાલ ફોટોઝ પોસ્ટ કરી રહ્યા હતા. .......મેં પણ એક સ્ટેટસ લખ્યો: "નૂતન વર્ષાભિનંદન ! દિવાળીના પ્રકાશથી જીવનમાં આનંદની ઝૂંડી ઝળકતી રહો!" પછી ફોન બંધ કરી દીધો....ખરેખર, હું કોને ફોડી રહ્યો હતો.!!
એક દિવસ સ્ટેશન પર ટ્રેનની રાહ જોતાં જોતાં મેં એક વૃદ્ધને જોયો. તેની આંખોમાં પણ એ જ ખાલીપણું હતું – જાણે કોઈ લાંબા સમયથી વાટ જોતો હોય. મને થયું, "આ માણસ પણ ક્યારેક જુવાન હશે. કોઈની રાહ જોતો હશે. હવે કોઈ તેની રાહ જોતું નથી."
આખરે, મેં એક કૂતરાનું બચ્ચું પાળવાનું નક્કી કર્યું. તે રોજ દરવાજે આવીને મારી રાહ જોતું હોય છે. જ્યારે હું પાછો ફરું છું, ત્યારે તે મોજમાં ઉછાળા મારતું હોય છે. એકલતા હજુ પણ છે, પણ હવે .......તેના પગનો અવાજ અને એની હાઉકલી મારી ખામોશીમાં ગુંજે છે."
કારણ કે, "એકલતા" એ માત્ર લોકોની ગેરહાજરી નથી.
એ તો એક હત્યારી લાગણી છે, ...જ્યારે તમે ભીડમાં પણ ....અદૃશ્ય લાગો છો..." ©Ramesh Jani__"
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories