પસ્તાવો (Pastavo)

Related

# પસ્તાવો.."

******************
હાઈવે પર એક નાનકડો એકસીડન્ટ થયો એક બાઈક અને કાર વચ્ચે. બન્ને પાર્ટી ઘાઈમાં હતી.

બાઈક સવાર કાર વાળાને મારી રહ્યો હતો અને લગભગ એવી રીતે માર્યો કે કાર સવાર લોહીલુહાણ થઇ ગયેલો, ..પણ... કાર સવાર માર ખાતા ખાતા એકજ વાત કરી રહ્યો હતો કે, ...“મને જવા દે.”

#આવકાર
પસ્તાવો

રાહદારી વચ્ચે પડ્યા અને મહામહેનતે બન્નેને અલગ કર્યા અને બાઈક સવાર રીક્ષા શોધવા લાગ્યો કેમ કે બાઈક ચાલુ નહોતી થઇ રહી અને કાર સવાર પોતાનું કાર્ડ આપી જતો રહ્યો.

બાઈક સવાર પોતાની બાઈક સાઈડમાં મુકી રીક્ષા પકડી પોતાને મુકામે જવા રવાના થઇ ગયો.

રીક્ષા એક હોસ્પીટલમાં પહોચી અને બાઈક સવાર ભાડું ચૂકવી હોસ્પિટલ અંદર પહોચ્યો.

બાઈક સવારના દીકરાનું ઓપરેશન ચાલુ હતું. બાઈક સવાર તેની પત્નીને દિલાસો આપી રહ્યો હતો કે સહુ સારાવાના થઈ જશે અને ત્યાંજ નર્સ આવી અને કહ્યું કે એમનું સંતાન મૃત્યુ પામ્યું છે.

વાઈફ પોતાના ઈમોશનને કંટ્રોલ નહોતી કરી શકી રહી અને રડતા રડતા એટલુજ કહી રહી હતી કે.. “ડોક્ટર જલ્દી આવી ગયા હોત તો મારો દીકરો બચી ગયો હોત.”

ગુસ્સામાં બાઈક સવાર ઓપરેશન થીયેટર અંદર દાખલ થાય છે અને જુએ છે કે તેના દીકરાની બાજુના ટેબલે કાર સવાર જે હજી લોહીલુહાણ છે તે પોતાની પાટા પીંડી કરાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો.... “પેલા માણસે મને જવા દીધો હોત તો મેં આ છોકરાને જવા ના દીધો હોત”

આટલું સાંભળતાં બાઈક સવારને કેવો પસ્તાવો થયો હશે એ તો એ જાણે પણ... આપણે જવા દેતા ક્યારે શીખીશું!!? ....કોઈ જતું રહેશે ત્યારે કે..!!! 😢🌺 – અજ્ઞાત"
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post