વડલાની ડાળ
ભવ્ય બંગલાનું એ વિશાળ અને દીપ્તિવંત દીવાનખાનું જાણે વૈભવની કોઈ જીવતી-જાગતી કવિતા હતું. છત પરથી લટકતું કાચનું ભવ્ય ઝુમર આખા રૂમમાં હીરાની કણીઓ જેવો દિવ્ય પ્રકાશ પાથરી રહ્યું હતું. કિંમતી સોફા સેટ અને કલાત્મક રાચરચીલાથી સજ્જ એ ખંડના એક ખૂણામાં, આરામખુરશી પર પાતળી કશ્મીરી શાલ ઓઢીને વિનાયક મહેતા બેઠા હતા.વડલાની ડાળ - નવલિકા
તેમની નજર સામે જ સોફા પર આખો પરિવાર ગોઠવાયેલો હતો—મોટો દીકરો, ઘરની સુશીલતાનું મહોરું પહેરીને બેઠેલી મોટી વહુ, નાની દીકરી, જમાઈ અને વિનાયકભાઈના નાનાં બહેન.
છેલ્લા બે દિવસથી વિનાયકજીની તબિયત જાણે પાનખરના સૂકા પાંદડાની જેમ કડેડાટ ભાંગી પડી હતી. છાતીમાં કફનો એવો ભરાવો થયો હતો કે શ્વાસ લેવો એ પણ એક મોટો જંગ બની ગયો હતો. રાતોરાત તેમને હોસ્પિટલના બિછાને આશ્રય લેવો પડ્યો હતો. આજે સવારે જ ડૉક્ટરે રજા આપી એટલે તેઓ ઘરે પાછા ફર્યા હતા. પક્ષીઓ જેમ વડલાની ડાળે ભેગા થાય, તેમ પરિવારના તમામ સભ્યો તેમની તબિયતની પૃચ્છા કરવાના બહાને એકઠા થયા હતા.
સભ્યો એકપછી એક સલાહના અસ્ત્રો છોડી રહ્યા હતા: "વખતસર દવા લેજો", "પોતાનું ધ્યાન રાખજો", "હવે ઉંમર થઈ"... પણ આ બધી શિખામણો વિનાયકજીના કાન સુધી પહોંચીને જ ઓગળી જતી હતી. તેમનું ચિત્ત આ વાતોમાં નહોતું, તેમની ચાતક નજર તો સતત મુખ્ય દરવાજા તરફ મંડાયેલી હતી. ઘડીએ-ઘડીએ એમની આંખો ઉંબરો વળોટીને કોઈને શોધતી હતી.
કેટલીક મિનિટોની વ્યાકુળ પ્રતીક્ષા પછી, વિનાયકજીના કરચલીવાળા ચહેરા પર આછું, સ્નિગ્ધ સ્મિત રેલાઈ ગયું. દરવાજાના ચોકઠામાં કિંજલ ઊભી હતી. કિંજલ ઉતાવળે પગલે અંદર પ્રવેશી. તેના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ હતી. તેણે સીધો જ પ્રશ્ન કર્યો, "પપ્પા, કેમ છે હવે તમને?"
વિનાયકજીએ વહાલથી જવાબ આપ્યો, "હવે સારું છે, બેટા."
કિંજલે જરા મીઠો ઠપકો આપતાં કહ્યું, "હું બે દિવસ બહાર શું ગઈ, તમે તો સાવ બેદરકાર થઈ ગયા! મારા કહ્યા વગર તમે તમારુ ધ્યાન રાખતા જ નથી!"
તેમની આ પ્રેમાળ વાતચીત ચાલી રહી હતી, ત્યારે દીવાનખાનામાં બેઠેલા બાકીના સભ્યોના ચહેરા પર ઈર્ષ્યા અને અણગમાના વાદળો ઘેરાવા લાગ્યા. એકબીજા સામે જોઈને તેઓ મોં બગાડવા લાગ્યા. કિંજલે પહેરેલું જીન્સ, ટી-શર્ટ અને તેની આધુનિક હેરસ્ટાઇલ જોઈને રૂઢિચુસ્ત પરિવારનો અણગમો કાચની જેમ સાફ દેખાઈ આવતો હતો. કિંજલે સૌની તરફ નજર ફેરવી, એક વિનમ્ર સ્મિત સાથે 'નમસ્કાર' કર્યા અને "હું હમણાં આવી" કહીને ઉપરના રૂમ તરફ સડસડાટ ચડી ગઈ.

કિંજલના ગયા પછી, જાણે આખા પરિવારને વગડાનું મોકળું મેદાન મળી ગયું હોય તેમ ટીકા-ટિપ્પણીઓનું વંટોળ શરૂ થયું. નિંદાનું સામ્રાજ્ય વધ્યું. વિનાયકજીની દીકરી તીખા અવાજે બોલી, "પપ્પા, કિંજલ ભાભી તો હવે સાવ બિઝનેસમાં ડૂબી ગયા છે. કોઈ મર્યાદા જેવું રહ્યું જ નથી, કોઈનો ખ્યાલ પણ નથી રાખતા!" એ જ પળે મોટી વહુએ પોતાની જાતને દૂધે ધોયેલી અને ગાય જેવી સુશીલ સાબિત કરવા માટે બે-ચાર શબ્દો ઉમેર્યા. જમાઈએ પણ એ સૂર પુરાવતા હોંકારો ભણ્યો અને ફોઈબાએ પોતાના અનુભવનો કોરડો વીંઝતા બે કડવા વેણ કહ્યા.
ત્યાં જ કિંજલ પરંપરાગત પંજાબી શૂટ પહેરીને નીચે ઉતરી આવી. તે સીધી રસોડામાં ગઈ અને ગણતરીની મિનિટોમાં આખા પરિવાર માટે ઠંડા શરબતના ગ્લાસ ભરેલી ટ્રે લઈને પાછી આવી. કિંજલ જ્યારે સૌને શરબત ધરી રહી હતી, ત્યારે નાની દીકરી અને ફોઈબાએ તેને સંભળાવવાનું ચાલુ રાખ્યું. કિંજલ શાંત સરોવરની જેમ ચુપચાપ બધું સાંભળતી રહી, તેના ચહેરા પર સહનશીલતા હતી. પણ જ્યારે પાણી માથા પરથી પસાર થવા લાગ્યું અને ટોણાની સીમા વટાવી ગઈ, ત્યારે આરામખુરશીમાંથી સિંહની ગર્જના જેવો વિનાયકજીનો અવાજ ગુંજ્યો, "બસ કરો હવે!"
રૂમમાં સોપો પડી ગયો. વિનાયકજી આગળ બોલ્યા, "કિંજલ શું કરે છે, કેવા કપડાં પહેરે છે, એ તમારે જોવાની સેજ પણ જરૂર નથી. તમે બધા તો એવા સ્વાર્થી લોકો છો જેમને મારા આ ઘરની કે મારી કોઈ પરવા નથી. આ તબિયત પૂછવાનું નાટક તો માત્ર દેખાડો છે! અને તે પણ ક્યારે?" તેમણે પોતાના મોટા દીકરા તરફ તીક્ષ્ણ નજરે જોયું, "જ્યારે કાપડના બિઝનેસમાં મોટી ખોટ આવી ત્યારે આ મોટો દીકરો અને વહુ અમારાથી મોઢું ફેરવીને બેસી ગયા હતા, તમારાથી તો અમારા દેવા પણ ભરાય તેમ નહોતા! જમાઈરાજ, તમે પણ ત્યારે મારી દીકરીને અહીં આવવા દેતા નહોતા, કારણ કે તમને અમારું આંગણું ગમતું નહોતું!" પછી પોતાની બહેન સામે તીખી નજરે જોયું અને તે પણ શાંત થઈ ગયા.
વિનાયકજીના અવાજમાં હવે ગર્વ અને સત્યનો રણકો હતો, "આ કિંજલ અને અજય જ હતા, જેમણે રાત-દિવસ એક કરીને આપણા ભાંગી પડેલા બિઝનેસને બેઠો કર્યો છે. મારી આ કિંજલે પોતાની ફેશન ડિઝાઈનિંગની અદ્ભુત આવડત અને કોઠાસૂઝથી આખા સામ્રાજ્યને નવું જીવન આપ્યું છે. અને એ જ મારી અને મારી તબિયતની સાચા દિલથી સંભાળ રાખે છે. આ તો બેંગ્લોરની ડીલ માટે મારે જવાનું હતું, પણ મારી તબિયત નાજુક હોવાથી તે મારી ફરજ ઉપાડીને ગઈ હતી. યાદ રાખજો, કપડાંથી સભ્યતા નથી મપાતી. આદર, સમર્પણ, જવાબદારી અને કુટુંબ પ્રત્યેનો પ્રેમ માણસના મનમાં અને સંસ્કારમાં હોય છે. સ્ત્રી એ માત્ર અબળા નથી, એ તો ઘરને બેઠું કરનારી સાક્ષાત શક્તિ છે!"
આટલું બોલતા જ વિનાયકજીનું ગળું ભરાઈ આવ્યું, આંખો ભીની થઈ ગઈ. તેમણે દીવાલ પર લટકતી પોતાની સ્વર્ગસ્થ પત્ની તારાબેનની તસવીર તરફ જોયું, જે હારની પાછળથી મધુર સ્મિત આપી રહી હતી. એ જ ક્ષણે બારીમાંથી આવતો સૂર્યનો એક દિવ્ય પ્રકાશ જાણે તારાબેનની આભા બનીને સીધો કિંજલના ચહેરા પર પડી રહ્યો હતો. વિનાયકજી એ દ્રશ્યને એકીટશે જોઈ રહ્યા. તેમની આંખો કિંજલ પર આશીર્વાદનો વરસાદ વરસાવી રહી હતી. ઘરમાં બેઠકખંડમાં હવે નિંદાનો કોલાહલ શાંત થઈ ગયો હતો અને એક ગંભીર, સદંતર શાંતિ છવાઈ ગઈ હતી.(કરછમિત્રની પૂર્તિ જેડલની કોલમ ગગનવિહારમાં પ્રકાશિત .લેખિકા:પલ્લવી શેઠ. ભુજ કરછ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.