શીર્ષક : મારો દીકરો
સુરતમાં રહેતી સીમા સંસ્કારી કુટુંબની,ભીને વાન, બી.એસ.સી. થયેલ,પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી. તેના માવતર બેંકમાં નોકરી કરતા હતા. પિયરમાં સીમા મોટી તેના પછી એક ભાઈ અને નાની બહેન. સીમાના વેવિશાળ સુરતમાં જ રહેતા,પૈસાદાર અને એજ્યુકેટેડ, નામાંકિત એડવોકેટ અજય મલ્હોત્રા સાથે થયા અને છ મહિનામાં લગ્ન લેવાયા.સાસરીનો બહોળો પરિવાર હતો એટલે સીમાએ નોકરી છોડી દીધી.
મારો દીકરો - લઘુકથા
લગ્નના શરૂઆતના દિવસો અજય સાથે ખૂબ સારા વીત્યા. તેના ફળ સ્વરૂપે ત્રીજા વર્ષે દીકરાનો જન્મ થયો. દીકરાનું નામ “દેવ” રાખ્યું. હેન્ડસમ અજયને ખબર નહીં કેમ પણ ધીમે ધીમે સીમામાંથી રસ ઓછો થતો ગયો અને એક દિવસ એણે બંને પરિવારને ભેગા કર્યા અને કહ્યું કે, “મને હવે સીમા સાથે નથી ફાવતું. હું એની સાથે રહેવા નથી માંગતો. મને ડિવોર્સ જોઈએ છે.”
સીમાએ દસ મહિનાના દીકરાને તેડી લીધો. કંઈ પણ ખુલાસો માંગ્યો નહીં. સીમાએ પોતાના માવતરની સામે જોયું. શિક્ષિત અને સ્વમાની માવતર દીકરીની આંખોની લિપિ સમજી ગયા અને ઊભા થઈ ગયા. સીમાએ પોતાના નાનકડા દીકરા દેવને લઈ, એક પણ શબ્દ બોલ્યા વિના કે પાછળ ફરીને જોયા વિના સાસરીનો ઉંબરો ઓળંગી દીધો.
ઘરે આવીને સીમાના અશ્રૂઓનો બંધ છૂટી ગયો. દીકરાને ભેટીને ખૂબ રડી અને બોલી,” મારો શું વાંક હતો?” તેની મમ્મીએ કહ્યું,” સીમા, રડીશ નહીં. આજથી આ દેવ તારો દીકરો છે. તારે એના માટે જીવવાનું છે. તું ભણેલી છે. તારે તારા પગ પર ઉભા રહેવાનું છે અને એકલે હાથે, સિંગલ મધર બની, તારા દીકરાને સારા સંસ્કાર આપી મોટો કરવાનો છે.”
સીમાએ આંસુ લૂછી નાખ્યા અને કહ્યું,” મમ્મી, શરૂઆતમાં આર્થિક રીતે મને તમારી મદદની જરૂર પડશે પણ હું નોકરી કરીશ, પછી મારો ખર્ચો હું જાતે ઉઠાવીશ.” સીમાનો ભાઈ જે શિક્ષક હતો તેણે કહ્યું,” મોટીબેન, ચિંતા નહિ કરો. અમે હંમેશા તમારી સાથે છીએ. દેવને આપણે સંભાળી લઈશું. તમે નોકરી શોધી કાઢો અને અજયને ડિવોર્સ પેપર તૈયાર કરવા કહો.” સીમાએ કહ્યું, “ હું અજયને ક્યારેય ડિવોર્સ નહિ આપુ અને હા..એની પાસે હવે ક્યારેય નહી જાઉં. આ મારો દ્રઢ નિશ્ચય છે.”
સીમાએ એક નવી ખુલેલ હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ તરીકે જોબ માટે ઇન્ટરવ્યૂ આપ્યો અને 8000 ના પગારની નોકરી મળી તે સ્વીકારી લીધી.
સમય વીતવા લાગ્યો. તેના ભાઈના લગ્ન થયા. ખૂબ જ સમજુ અને સંસ્કારી ભાભી મળી હતી. નાની બેનના પણ લગ્ન થઈ ગયા. માતા-પિતા અને ભાઈબેન એકબીજા સાથે ખૂબ જ લાગણીથી જોડાયેલા હતા. પરિવારના એકતાની એક પણ કાંકરી કોઈ ખેરવી ના શકે એવા અતૂટ બંધનમાં બધા બંધાયેલા હતા.
ભાઈને ત્યાં પણ લગ્નના બે વર્ષ પછી દીકરા “રાજ”નો જન્મ થયો અને નાનીબેનને ત્યાં દીકરી “લીના” નો જન્મ થયો. ભાઈની શિક્ષકની નોકરી હતી અને બદલી થઈ એટલે ભાઈ પરિવાર સાથે દૂર થયો. નાનીબેન સાસરે સુખી હતી. ઘરડાં થતા માવતરની જવાબદારી સીમાએ ઉપાડી લીધી. આજીવન માવતરની સેવા અને દીકરાને સારા સંસ્કાર આપી ઉછેરવો એ જ સીમાનું જીવનધ્યેય બની ગયું.
માવતર સાંઠ વર્ષે બેંકમાંથી નિવૃત્ત થયા. પૈસો હતો એટલે ત્રણેવ સંતાનો માટે અલગ ઘર લીધા. નાની દીકરીને ઘર આપ્યું અને બીજા બે ઘર એક સાથે લીધા. એ મોટા બંગલામાં સીમા દેવ સાથે રહેતી હતી. ભાઈ ભાભી રજાઓમાં મા બાપ પાસે આવી જતા. તહેવારમાં ત્રણેય સંતાનોના બાળકોની કિલકારીથી ઘર ગુંજી ઉઠતું.
હાથમાંથી રેત સરકે એમ સમય સરકી ગયો. પંદર વરસના વહાણા વીતી ગયા.દેવ દસમા ધોરણમાં આવ્યો. બોર્ડની પરીક્ષામાં 78% સાથે ઉત્તીર્ણ થયો. આટલા વર્ષોમાં ક્યારેય અજય મલ્હોત્રાએ કે તેના પરિવારે સીમાને કે દેવને બોલાવ્યા નહીં.
પંદર વરસ પછી અચાનક એક દિવસ સીમાની મમ્મી પર ફોન આવ્યો. “ગાયત્રીબેન હું અજય મલ્હોત્રા બોલું છું. “મારા દીકરા દેવ”ને મળવા સીમાની અને તમારી પરવાનગી માંગુ છું.” ગાયત્રીબેને કહ્યું,” અમને વિચારવાનો થોડો સમય આપો. બે દિવસ પછી ફોન કરજો.”
ફોન મૂક્યા પછી ગાયત્રીબેન વિચારવા લાગ્યા…દેવ દસ મહિનાનો હતો ત્યારથી પંદર વર્ષનો થયો ત્યાં સુધી કદી મળવા ન આવ્યા, ન કદી ફોન કે ન કંઈ બીજું… અને સીમા ! સીમાની આખી જિંદગી એક સેવાયજ્ઞ બની ગઈ અને હવે દેવ અજય મલ્હોત્રાનો દીકરો?
ગાયત્રીબેને તે દિવસે રાત્રે પૂરા પરિવારને સાથે બેસાડીને કહ્યું,”સીમા, આજે પંદર વર્ષે અજય મલ્હોત્રા દેવનો બાપ બનવા બેઠો છે. એ શું કરવા માંગે છે એ જોવા માટે આપણે દેવને મોકલવો પડશે.” પંદર વર્ષનો, યુવાનીમાં પગરવ માંડતો દેવ બોલ્યો,” મમ્મી, નાના-નાની, મામા.. હું જઈશ. જોઉં તો ખરો કે અચાનક મને યાદ કરનાર મારા ડેડ,મિસ્ટર અજય મલ્હોત્રા છે કોણ?” દેવે કહ્યું, “ નાની..ફોન કરીને કહો કે દેવને તમે ઓળખશો કઈ રીતે ?”
ગાયત્રીબેને અજયને ફોન કર્યો. અજય મલ્હોત્રાએ વોટસઅપ પર પોતાનો ફોટો મોકલી કહ્યું,” હું રવિવારે દસ વાગે મારા દીકરાને લેવા આવીશ.”
સીમાની આંખોમાં પહેલીવાર ચિંતાની લકીર દેખાઈ. અજય પાસે દેવને મોકલવાની ત્રણ દિવસની વાર હતી. એક દિવસ સાંજે ઓફિસથી ઘરે આવેલી સીમા સોફા પર ઉદાસ અને ચિંતિત બેઠી હતી. તેની મમ્મીએ ટીપોઈ પર ચા મૂકી એ પણ ભાન ન હતું. દેવ સીમા પાસે ગયો. નીચે બેસી સીમાના ખોળામાં માથું મૂક્યું અને સીમાની આંખોમાંથી ટપટપ આંસુ દેવના માથે પડયા. દેવ સીમાના આંસુ લૂછતાં બોલ્યો,” મમ્મી, તારી પરવરીશ, તારા સંસ્કાર પર તને વિશ્વાસ નથી? મમ્મી તારુ બલિદાન… મેં જોયું છે. શું કામ ચિંતા કરે છે?” સીમા દેવને ભેટીને ચોધાર આંસુએ રડી પડી. સીમાના મનમાં ડર હતો કે અજય વકીલ છે. મારા દીકરાને છીનવી લેશે.
રવિવાર આવ્યો. ઘરની બહાર એક કાર આવીને ઉભી રહી. ગાયત્રીબેન પર ફોન આવ્યો કે દેવને બહાર મોકલો. દેવ બધાને પગે લાગ્યો સીમા પાસે જઈ એની આંખોમાં જોયું અને મજબૂતીથી હાથ પકડી બંગલાની બહાર નીકળ્યો. અજયે કારનો ગ્લાસ પણ ખોલ્યો નહોતો. ઘરની કોઈ પણ વ્યક્તિ બહાર આવી નહિ. અજયે કારનો આગળનો દરવાજો ખોલ્યો પણ દેવ કારનો પાછલો દરવાજો ખોલી અંદર બેસી ગયો. ગાડીમાં બાપ દીકરાની આંખો મળી.. અજયે “ગુડ મોર્નિંગ બેટા” કહી હાથ લંબાવ્યો પણ દેવે બે હાથ જોડ્યા.બન્નેમાંથી કોઈ એકબીજાને ઓળખતું નહોતું. સીમાના ઘરમાં બધાને એક ધ્રાસકો હતો કે હવે શું થશે?
એક આલીશાન બંગલા પાસે ગાડી ઊભી રહી. અજયે બહાર નીકળી દેવ તરફનો દરવાજો ખોલ્યો અને દેવનો હાથ પકડી બહાર લાવ્યો. તેના હાથમાં હાથ મૂકી બંગલામાં પ્રવેશ્યો. બંગલામાં અજયના મા બાપ ભાઈભાભી બેઠા હતા. અજયે કહ્યું,” દેવ, આ તારા દાદા દાદી અને આ તારા કાકા કાકી.”
સીમાએ દેવને શીખવ્યું હતું કે બેટા તારા દાદા દાદીને પગે લાગી તેમના આશીર્વાદ લેજે. દેવે બધાને હાથ જોડ્યા પણ પગે નહીં લાગ્યો.સાંજે સાત વાગે અજય દેવને તેના નાની ને ત્યાં પાછો મૂકી ગયો.
એ વાતને બીજા દસ દિવસ થયા અને ગાયત્રીબેન પર અજયનો ફોન આવ્યો. બધા ઘરે જ હતા. ગાયત્રીબેને ફોન સ્પીકર પર મૂક્યો. અજય મલ્હોત્રા બોલ્યો,” ગાયત્રીબેન, મારો દીકરો દેવ દસમામાં ફર્સ્ટ ક્લાસ આવ્યો એની ખુશીમાં મારે બંગલે રવિવારે પાર્ટી રાખી છે તો હું રવિવારે સવારે દેવને લેવા આવીશ.” દેવ ત્યાં જ હતો તેણે કહ્યું, “લેવા આવશો નહીં. હું પાર્ટીના સમયે સાંજે આવી જઈશ.”
ગાયત્રીબેનના મગજમાં અજયના “મારો દીકરો.. મારો દીકરો..” શબ્દો હથોડા બની ઝિકાંવા લાગ્યા. તેમણે સીમાને અને બીજા બધાને પૂછ્યું,” શું કરવું છે? દેવને મોકલવો છે?” દેવે કહ્યું,” હું પાર્ટીમાં જઈશ. મમ્મી તારે મારી સાથે આવવાનું છે અને મામા તમે બંગલાની બહાર ગાડી લઈને ઉભા રહેજો.”
સીમા બોલી,” દેવ, આ તું શું કહે છે? હું રસ્તામાં નથી પડી કે વગર બોલાવ્યે હું ત્યાં આવું? એમણે તને બોલાવ્યો છે મને નહિ.તને તારી મા નું સ્વમાન વહાલું નથી? એક જ મુલાકાતમાં આટલો બધો બદલાlઈ ગયો.” દેવ બોલ્યો,” મમ્મી તારે આવવાનું છે અને હું કહું ત્યાં બેસવાનું છે. બાકીનું બધું હું જોઈ લઈશ.” ગાયત્રીબેન બોલ્યા,” જા સીમા, દેવને આપેલા સંસ્કારને એકવાર ચકાસી લે.”
રવિવારે સાંજે ઉદાસ ચહેરે, સામાન્ય ડ્રેસમાં, સીમા તૈયાર થઈ. પાર્ટીનો સમય સાંજે છ વાગ્યાનો હતો. સાડા સાત થયા. અજય મલ્હોત્રાના બંગલાની લોનમાં મહેમાનો આવી ગયા હતા પણ હજુ દેવ આવ્યો નહોતો. આઠ વાગ્યા અને એક કાર બંગલાની બહાર ઉભી રહી. દેવે કહ્યું,” મમ્મી હું અંદર જાઉં પછી તું ગેટ પાસેની છેલ્લી ખુરશી પર બેસજે, અને મામા તમે અહીં બહાર ગાડીમાં બેસી રહેજો.”
દેવ ગાડીમાંથી નીકળી બંગલાના દરવાજા પાસે ગયો અને અજય દોડીને એને ભેટી પડ્યો પછી હાથ પકડી અંદર લઈ ગયો. અજયે પાછળ ફરીને જોયું પણ નહીં. અજય દેવને સ્ટેજ પર લઈ ગયો. દેવે દૂરથી જોયું. તેની મમ્મી સીમા દરવાજાને અઢેલીને ઉભી હતી.
પાર્ટીની શરૂઆત કેક કાપીને કરવાની હતી. અજયે કહ્યું,” મિત્રો.. આ મારો દીકરો “દેવ મલ્હોત્રા” છે. દસમા ધોરણમાં 80% માર્કસથી પાસ થયો છે એની ખુશીમાં મેં આ પાર્ટી રાખી છે.” અજયે દેવના હાથમાં ચપ્પુ આપ્યું. દેવે એક નજર મહેમાનો પર નાખી અને ચપ્પુ અજય મલ્હોત્રાને પાછું આપતા કહ્યું,” મિસ્ટર અજય મલ્હોત્રા.. આ તમે ક્યારના “મારો દીકરો.. મારો દીકરો.. કોને કહો છો?” અને પાર્ટીમાં સોપો પડી ગયો. અજયે દેવનો હાથ ધીમેથી દબાવ્યો.

દરવાજા પાસે ઊભેલી સીમા સજળ નયને દેવને તાકી રહી. દેવ ધીમેથી અજયનો હાથ છોડી બોલ્યો,” મિત્રો… વડીલો.. આ મિસ્ટર એડવોકેટ.. અજય મલ્હોત્રાએ આજથી પંદર વર્ષ પહેલા, કોઈપણ કારણ આપ્યા વિના, મારી મમ્મી સીમા મલ્હોત્રાનો અને દસ મહિનાના તેમના દીકરાનો, એટલે કે મારો.. દેવ મલ્હોત્રાનો ત્યાગ કર્યો હતો. મારી મમ્મી મિસિસ સીમા મલ્હોત્રા કંઈ પણ પૂછ્યા વિના, મને લઈને પોતાના પિતાના ઘરે પાછી ફરી હતી. ત્યારથી આજ સુધી આ “માણસે” અમે જીવીએ છીએ કે મરી ગયા એ જાણ્યું પણ નથી, અને આજે “મારો દીકરો” ! વાહ.. મલ્હોત્રા સાહેબ વાહ… ખરા સ્વાર્થી છો તમે તો!” પછી દરવાજા પાસે જઈ સીમાનો હાથ પકડીને બોલ્યો,” જુઓ, આ મારી મમ્મી “સીમા મલ્હોત્રા.” હું “દેવ” મારી મમ્મી સીમાનો દીકરો છું. મારા નાના-નાની મારા મામા મામી.. બધાએ એક નાનકડા છોડને સારા સંસ્કારરૂપી પાણીનું સિંચન કરી ઉછેર્યો છે અને આજે.. આ વકીલ સાહેબ મને “મારો દીકરો” કહે છે. મિસ્ટર અજય મલ્હોત્રા તમે અને આપ સૌ સાંભળી લો. “હું દેવ સીમા મહેતા” છું. હું “દેવ અજય મલ્હોત્રા” ક્યારેય નહી બનું. હું સીમા મહેતાનો દીકરો છું. હું અજય મલ્હોત્રાને કાલે પણ ઓળખતો નહોતો, આજે પણ ઓળખતો નથી અને ક્યારેય ઓળખીશ પણ નહીં. ગુડ બાય મિસ્ટર મલ્હોત્રા, હવે પછી ક્યારેય ફોન કરશો નહી”
સીમા “મારો દીકરો” મારો દેવ.. બોલી દેવને ભેટી પડી. દેવ પોતાની મમ્મીને પગે લાગ્યો અને સમ્માનપૂર્વક હાથ પકડી બંગલાની બહાર લઈ ગયો. મામાએ દેવની પીઠ થાબડી અને ભેટીને બંનેને પ્રેમથી ગાડીમાં બેસાડી ગાડી હંકારી મૂકી.
રીટા મેકવાન “ પલ” – સુરત.

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.